News Continuous Bureau | Mumbai
શ્રી રામની(Shri Ram) નગરી અયોધ્યામાં (Ayodhya) મંદિર નિર્માણનું (temple construction) કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આખો દેશ એ સમયની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે બાંધકામ પૂર્ણ થશે અને રામ લલ્લા(Ram Lalla) મંદિરમાં બિરાજમાન(Ram temple) થશે. આ દરમિયાન મોટા સમાચાર આવ્યા છે કે રામલલાના ઘરમાં પ્રવેશની તારીખ નક્કી થઈ ગઈ છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના(Makarsankranti) દિવસે મંદિરના ગર્ભગૃહમાં(temple sanctum) રામ લલ્લાની સ્થાપના કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ
ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ છે.બાંધકામ સમિતિના(Construction Committee) અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની(નૃપેન્દ્ર મિશ્રાની) અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને તેમાં ટ્રસ્ટના અધિકારીઓ, કાર્યકારી સંસ્થાના ઈજનેરો હાજર રહ્યા હતા. આ બેઠક ટાટા કન્સલ્ટન્સી ઓફિસ ખાતે યોજાઈ હતી. મંદિર નિર્માણની પ્રગતિ અને પડકારો અંગે બેઠકમાં મંથન થયું હતું. સાથોસાથ ઈજનેરોએ પત્થરોના સપ્લાય અને રિટેઈનીંગ વોલ અંગેના વિકાસ અહેવાલો રજૂ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં