News Continuous Bureau | Mumbai
મુંબઈમાં 150 વર્ષ જૂના બ્રિટિશ(British) સમયના કર્ણાક બ્રિજને(Karnak Bridge) તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) રેલવે અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશને (Railway and Municipal Administration) નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(No-Objection Certificate) આપી દીધું છે. આથી ટ્રાફિક પોલીસે આ પુલને તોડીને 20 ઓગસ્ટથી 20 નવેમ્બર 2023 સુધી એટલે કે 19 મહિનામાં ફરીથી બનાવવાની સૂચના આપી છે.
હવે પુલના પુનઃ નિર્માણના પગલે કર્ણાક પોર્ટ બ્રિજ 2024 સુધી વાહન વ્યવહાર(Transportation) માટે બંધ રહેશે. આ પુલ બંધ થયા બાદ સીએસએમટી(CSMT), ફોર્ટ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામ(traffic jam) થવાની સંભાવના છે. સંભવિત ટ્રાફિક જામની સમસ્યાને(Traffic jam problem) ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.
આ સમાચાર પણ વાંચો : કમાલ છે મુંબઈમાં અંધેરી ખાતે એક સ્ત્રીએ ભૂલમાં ઉંદર મારવાની દવા ખાઈ લીધી- મૃત્યુ થયું- જાણો ચોંકાવનારો કિસ્સો
ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પ્લાનિંગ માટે 70 ટ્રાફિક આસિસ્ટન્ટ, 100 ફ્લેશિંગ લાઇટ, 50 રિફ્લેક્ટર જેકેટ અને 50 ડાયરેક્શન બોર્ડ આપવા સૂચના આપી છે. તેમજ કટોકટીની સ્થિતિમાં ફસાયેલા વાહનોને દૂર કરવા માટે 24 કલાક ભારે ક્રેન ઉપલબ્ધ રહેશે. સેન્ટ્રલ રેલવેએ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક પ્લાનિંગ માટે ટ્રાફિક પોલીસ દ્વારા મંગાવવામાં આવેલી સામગ્રી પૂરી પાડવા સૂચના આપી છે.