News Continuous Bureau | Mumbai
Shani Dev Puja: હિંદુ ધર્મમાં શનિદેવ ને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે – સારા કર્મો માટે આશીર્વાદ અને ખરાબ કર્મો માટે દંડ. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા યોગ્ય સમયે અને યોગ્ય વિધિથી કરવી જરૂરી છે.
શનિદેવની પૂજા માટે શ્રેષ્ઠ સમય
શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- શ્રેષ્ઠ સમય: સાંજના 6 વાગ્યા પછી
- આ સમય બ્રહ્માંડની ઊર્જા સંતુલિત હોય છે અને શનિદેવની શક્તિ વધુ અસરકારક હોય છે.
- દિવસના સમયે પૂજા કરવી ઓછી લાભદાયક હોય છે કારણ કે તે સમય સૂર્યદેવની પ્રધાનતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા
શનિદેવ પૂજન વિધિ
- શનિવારે સવારમાં સ્નાન કરીને શુદ્ધ થવું
- શનિદેવની મૂર્તિ પર તલ નું તેલ, ફૂલ અને ફળ અર્પણ કરવું
- તલ અથવા સરસવના તેલથી દીપક પ્રજ્વલિત કરવો
- પીપળના વૃક્ષ પાસે પણ તેલનો દીપક રાખવો
- “ॐ शं शनैश्चराय नमः” નો જાપ કરવો
- શનિદેવની સ્તુતિ અને આરતી કરવી
- વ્રતના પારણા માટે કાળી અડદ ની ખીચડી ખાવી
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)