શ્રી ભોરોલ તીર્થ ગુજરાતના ભોરોલ ગામના મધ્ય માં સ્થિત એક પ્રાચીન તીર્થસ્થાન છે. મંદિરના મૂળનાયક ભગવાન નેમિનાથ છે નેમિનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન નેમિનાથની આ મૂર્તિ કલાત્મક અને પ્રભાવશાળી છે. આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તે સુંદર, અખંડ અને જોવા લાયક છે. અહીં દર્શનાર્થીઓ માટે એક નાનકડી ધર્મશાળા અને ભોજનશાળા પણ છે.
શ્રી ભોરોલ તીર્થ.
