શ્રી સ્વામિનારાયણ મંદિર એ એક હિન્દુ મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ છે. આ સ્વામિનારાયણ મંદિર મુંબઇના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલું છે અને સો વર્ષથી વધુ જૂનું હોવાથી તે મુંબઈનું સૌથી પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે. હાલના મંદિરમાં ત્રિકોણાકાર બંધારણ છે અને મુર્તિઓ લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, ગૌલોકવિહારી અને રાધાની છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર.
