ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિર આગામી 12થી 16 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગણપતિની મૂર્તિને સિંદુર લેપન કરવાનું હોવાથી મંદિરનું ગર્ભગ્રહ બંધ રહેશે.
12થી 16 જાન્યુઆરી સુધી મંદિરનું મુખ્ય ગર્ભગૃહ બંધ રહેવાથી મુખ્ય મૂર્તિનાં પ્રત્યક્ષ દર્શન શક્ય નહીં બને પણ પ્રતિ મૂર્તિનાં દર્શન કરી શકાશે.
17 જાન્યુઆરીએ સવારે મૂર્તિનાં પૂજન અને આરતી બાદ બપોરે એક વાગ્યાથી ભાવિકો પ્રત્યક્ષ મૂર્તિના દર્શન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત વિશ્વભરના ભાવિકોનું શ્રદ્ધાસ્થાન ગણાતા સિદ્ધિવિનાયક મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો જોવા મળે છે.
જેનો ડર હતો એ જ થયું! મુંબઈના ધારાવી માં ઘુસી ગયો કોરોના; આ છે આજના તાજા આંકડા
