195
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ટોકિયો પેરાઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા ભારતીય ખેલાડીઓ અને સહાયકોને પૂ.મોરારી બાપુ દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલા 50 સ્પર્ધકોને મોરારિબાપુ તરફ્થી પ્રત્યેકને 25 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 12 લાખ 50 હજાર થાય છે.
આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ થઈને 54 વ્યક્તિને પ્રત્યેકને 15 હજારનું પ્રોત્સાહન આપવમાં આવશે. જેની કુલ રકમ 8 લાખ 10 હજાર થાય છે.
ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી 20 લાખ 60 હજાર થાય છે.
ઉલેખનીય છે કે તાજેતરમાં જ જાપાનમા જે મૂળ ઓલમ્પિક રમતોત્સવ પૂરો થયો તેમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકો, સહયોગીઓને બાપુ દ્વારા 57 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.
You Might Be Interested In