197
Join Our WhatsApp Community
ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં એક જ મહિનામાં વિશ્વના 47 દેશોના 6.50 કરોડ ભક્તોએ શિવજીના ઓનલાઇન દર્શન કર્યા છે.
સોમનાથ ટ્રસ્ટ – ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર દર મહિને 6.50 કરોડ મુલાકાતીઓ સોમનાથદાદાના દર્શન કરે છે.
આ વિક્રમજનક આંકડો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે તે માટે પ્રક્રિયા શરૂ કરાઇ છે.
જો કે કોરોના નિયંત્રણ માટે બનાવવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ભક્તોને રૂબરૂ દર્શનનો લાભ આપવામાં આવે છે.
છેલ્લા 20 દિવસમાં 2.41 લાખ લોકોએ સોમનાથ મહાદેવના રૂબરૂ દર્શન કર્યા છે, જે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં આ સંખ્યા વધશે તેવું અનુમાન ટ્રસ્ટીઓ લગાવી રહ્યાં છે.
You Might Be Interested In