News Continuous Bureau | Mumbai
જ્યોતિષ શાસ્ત્ર(Astrology) અનુસાર શનિ જ્યારે ગતિ બદલી નાખે છે ત્યારે રંકનો રાજા બનવાની શક્યતાઓ હોય છે, ઉપરથી માતા લક્ષ્મી, કુબેર અને ભગવાન ધન્વંતરિની(Goddess Lakshmi, Kubera and Lord Dhanvantarini) કૃપા હોય તો શું કહેવું. હા, આ ધનતેરસના(Dhanteras) કેટલાક એવા જ યોગ બની રહ્યા છે. 23 ઓક્ટોબર 2022 ના રોજ, જ્યારે આપણે ધનતેરસ પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ધનવંતરી અને કુબેર, ધનના દેવતાની પૂજા કરીશું, ત્યારે ન્યાયના દેવતા શનિ, માર્ગ બદલશે. એક જ્યોતિષ પંડિત ના જણાવ્યા અનુસાર આ ધનતેરસ પર પાંચ રાશિના લોકોને શનિ માર્ગીમાં હોવાનો સંપૂર્ણ લાભ મળવાનો છે. અહીં જ્યોતિષીઓ એ જ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે કેટલીક વિશેષ માહિતી આપી રહ્યા છે.
1. સિંહ રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો પર આ સમયે શનિની ઢૈયા ચાલી રહી છે, પરંતુ શનિની ચાલ બદલાવાને કારણે સિંહ રાશિના લોકોને ધાર્યા કરતા વધારે લાભ મળવાની સંભાવના છે. . ખાસ કરીને ધનતેરસ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર બની શકે છે. શનિની ઢૈયા જ્યાં ખર્ચમાં વધારો કરી રહી છે ત્યારે શનિના માર્ગી ને કારણે આવકના સ્ત્રોત પણ તેમની પાસે સ્થિર રહેશે. નોકરી કરતા લોકોને સમાજમાં પદ, પ્રતિષ્ઠા અને સન્માન મળી શકે છે.
2. મેષ રાશિઃ તમામ 12 રાશિઓની સરખામણીમાં મેષ રાશિના લોકો માટે આ દિવાળી થોડી વધુ રંગીન સાબિત થઈ શકે છે, જેઓ કપડાં, કિંમતી ધાતુઓ અથવા ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સનો વેપાર કરે છે તેમના પર ધનતેરસના દિવસથી દીપાવલીની ખુશીઓ વરસી શકે છે. કારણ કે શનિની સાથે આ રાશિના લોકો પર કુબેરની કૃપા બની રહી છે.
3. તુલા: શનિની ચાલમાં બદલાવ પણ તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિના આ પરિવર્તનથી લક્ષ્મીજીની કૃપાથી અન્ય કોઈ સ્ત્રોતમાંથી મોટી રકમ મળવાની સંભાવના છે. એક જ્યોતિષી ના જણાવ્યા મુજબ ધનતેરસ પર સોનું ખરીદવાથી તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભફળ મળી શકે છે. આ સિવાય તુલા રાશિના લોકો પોતાના સંતાનો પાસેથી પણ સારા સમાચાર સાંભળી શકે છે.
4. મીન રાશિઃ ધનતેરસના ભાગ્યશાળી લોકોમાં મીન રાશિના લોકોનો પણ સમાવેશ થાય છે. એક જ્યોતિષી ના મતે શનિની ચાલમાં પરિવર્તનના કારણે મીન રાશિના લોકો માટે ભાગ્યની સંભાવના છે. નોકરી, ધંધા માટે તમને સોનેરી તકો મળી શકે છે, નાની-મોટી યાત્રાઓનો સંયોગ હોય તો એ વાતનું ધ્યાન રાખવું કે લાભદાયી બની શકે છે, સુવર્ણ તકને અવગણશો નહીં. પરિવારમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યા દૂર થઈ શકે છે. મીન રાશિ સાથે ધનના દેવતા કુબેરના સારા સંબંધને કારણે મીન રાશિના લોકો પર તેમના વિશેષ આશીર્વાદ વરસાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો: રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા શા માટે કરીએ છીએ- જાણો પૂજાની સંપૂર્ણ રીત
5. વૃશ્ચિક રાશિઃ આ ધનતેરસ પર વૃશ્ચિક રાશિના લોકોને પણ શનિ માર્ગી માં હોવાનો લાભ મળી રહ્યો છે. આ શુભ સમય વૃશ્ચિક રાશિના જાતકોને વાહન અથવા સ્થાવર મિલકત પણ મળી શકે છે. તેમને પણ યાત્રાનો લાભ મળતો જણાય છે. નોકરી કરતા લોકોના પદમાં તેજી આવી શકે છે, વ્યાપારીઓને પણ અટકેલા પૈસા મળી શકે છે.