આજનો દિવસ
૨૪ મે ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – વૈશાખ સુદ તેરસ
"દિન મહીમા" –
સોમ પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન અજીતનાથ ચ્યવન, વ્રજમૂશળ યોગ ૯.૪૯ સુધી, રવિયોગ ૯.૪૯ શરૂ, વ્યતિપાત ૧૧.૧૩ સુધી
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૪૧ થી ૯.૧૯
"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.
"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૯.૪૮)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૩ – ૭.૪૧
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૪ – ૧૫.૫૨
લાભઃ ૧૫.૫૨ – ૧૭.૩૦
અમૃતઃ ૧૭.૩૦ – ૧૯.૦૮
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૮ – ૨૦.૩૦
લાભઃ ૨૩.૧૪ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
ચલઃ ૨૮.૪૧ – ૩૦.૦૨
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, જુના રોગ થી સાવધ રહેવું.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.
"સિંહઃ"(મ.ટ)-
પ્રોપર્ટી અંગે ઉતાવળે નિર્ણય ના લેવા સલાહ છે, મધ્યમ દિવસ.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી લાભ થાય, દિવસ સારો રહે.
"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નજીક ના લોકો સાથે સંઘર્ષ નિવારવો, દિવસ મધ્યમ રહે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આવક માં વૃદ્ધિ થાય, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો.
"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સારું રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, ખરીદ-વેચાણ માં લાભ થાય.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય