આજનો દિવસ
૨૯ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – વૈશાખ વદ ત્રીજ
"દિન મહીમા" –
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૨.૪૧, પુનિત મહારાજ જયંતિ (તિથી), આભુષણ ચતુર્થી વ્રત, ૪નો ક્ષય, માઉન્ટ એવરેસ્ટ દિન, સ્થિરયોગ ૧૮.૦૪ થી ૨૮.૦૫ સુધી
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૦ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૧૯ થી ૧૦.૫૭
"ચંદ્ર" – ધનુ, મકર (૨૩.૩૮),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૮ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.
"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૮.૦૨)
"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૩.૩૮),
રાત્રે ૧૧.૩૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૦ – ૯.૧૯
ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૫
લાભઃ ૧૪.૧૫ – ૧૫.૫૩
અમૃતઃ ૧૫.૫૩ – ૧૭.૩૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૦ – ૨૦.૩૨
શુભઃ ૨૧.૫૩ – ૨૩.૧૫
અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
લાભઃ ૨૮.૪૦ – ૩૦.૦૨
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે, આગળ વધી શકો.
"કર્કઃ"(ડ,હ)-
આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો, શુભ દિન.
"સિંહઃ"(મ.ટ)-
હિતશત્રુઓથી સાવધ રહેવું પડે, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
"તુલાઃ"(ર,ત)-
દિવસ આરામથી પસાર કરી શકો, નવા વિચારોને અમલમાં મૂકી શકો.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, ધાર્યા કામ પાર પડે.
"મકરઃ"(ખ,જ)-
તમારી મહેનતનું સારું પરિણામ મળે, તમારી સરાહના થાય.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નિયમિત જીવન કરવું જરૂરી છે, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો, લાભદાયક દિવસ.