Site icon

આજે તારીખ – ૨૪-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૪ ઓકટોબર ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે સાંજે ૫.૨૭ સુધી આસો સુદ ચૌદશ ત્યારબાદ આસો વદ અમાસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
દિવાળી, દિપાવલી, શ્રી લક્ષ્મી પૂજન, શ્રી શારદા પૂજન, શ્રી કુબેર પૂજન, હાટડી દર્શન, શ્રી ચોપડા પૂજન, મહાવીર સ્વામી નિર્વાણ દિન, રૂપચૌદશ, વરસાદી નક્ષત્ર સ્વાતિ ૧૨.૨૧
 
"સુર્યોદય" – ૬.૩૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૦૨ – ૯.૨૯

"ચંદ્ર" – કન્યા, તુલા
આજે જન્મેલા બાળકની રાશી ૨૫ ઓકટોબર ના રાત્રે ૨.૩૩ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૧૪.૪૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૧.૦૯)
સવારે ૧૧.૦૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૬ – ૮.૦૨
લાભઃ ૯.૨૯ – ૧૦.૫૬
અમૃતઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
શુભઃ ૧૩.૪૯ – ૧૫.૧૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૮ – ૧૯.૪૨
લાભઃ ૨૨.૪૯ – ૨૪.૨૩
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૩૦
ચલઃ ૨૯.૦૩ – ૩૦.૩૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version