News Continuous Bureau | Mumbai
આજનો દિવસ ૨૨ જુન ૨૦૨૩, ગુરૂવાર
“તિથિ” – અષાઢ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
યોગા દિન, સંગીત દિન, સિધ્ધિવિનાયક મંદિર પાટોત્સવ-મુંબઇ, પુષ્યનક્ષત્ર ૨૫:૨૧ સુધી સાયન સૂર્ય કર્કમાં ૨૦:૨૯, દક્ષિણાયન-વર્ષાઋતુ, સ્વામી. મંદિર પાટો.-આટલાદરા (વડોદરા), વલ્લભ ઉત્સવ-કામવન, સ્વામી નિર્ગુણદાસ જયંતિ, મથુરેશજી ઉ.મુંબઇ રવિયોગ રપઃ૨૧ સુધી, વ્યતિપાત ૧૩:૨૫ થી ર૧:૦૬, દગ્ધયોગ ૧૫:૧૦ સુધી, વિષ્ટી ૨૮:૧૮થી, રાજયોગ ૧૫:૧૦ સુધી
“સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૨૦ થી ૧૫.૫૯
“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૮.૧૬)
આજે જન્મેલા બાળકની રાશી ૨૩-જુન સવારે ૪.૧૬ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે
“નક્ષત્ર” – આશ્લેષા
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૮.૧૬)
૨૩-જુન સવારે ૪.૧૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૩ – ૭.૪૩
ચલઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૨૦
અમૃતઃ ૧૪.૨૦ – ૧૫.૫૯
શુભઃ ૧૭.૩૮ – ૧૯.૧૮
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૮ – ૨૦.૩૮
ચલઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
લાભઃ ૨૪.૪૧ – ૨૬.૦૧
શુભઃ ૨૭.૨૨ – ૨૮.૪૩
અમૃતઃ ૨૮.૪૩ – ૩૦.૦૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.
“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.
“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.
“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.
“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે
