Today’s Horoscope : આજે ૨ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 2 December 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

આજનો દિવસ
૨ ડિસેમ્બર ૨૦૨૪, સોમવાર

“તિથિ” – માગશર સુદ એકમ

“દિન મહીમા”
માગશર માસ આરંભ, માર્તંડ ભૈરવષડરાત્રોત્સવ પ્રારંભ, શુક્ર મકરમાં ૧૧.૫૮, ઈષ્ટી, ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, વિછુંડો ઉતરે ૧૫.૪૬, સૂર્ય જયેષ્ઠામાં ૧૯.૧૦

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૫૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૦ થી ૯.૪૩

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૫.૪૪)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૪૪ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૫.૪૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૫.૪૪)
બપોરે ૩.૪૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૭ – ૮.૨૦
શુભઃ ૯.૪૩ – ૧૧.૦૫
ચલઃ ૧૩.૫૧ – ૧૫.૧૩
લાભઃ ૧૫.૧૩ – ૧૬.૩૬
અમૃતઃ ૧૬.૩૬ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૯ – ૧૯.૩૬
લાભઃ ૨૨.૫૧ – ૨૪.૨૮
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૪૩
અમૃતઃ ૨૭.૪૩ – ૨૯.૨૧
ચલઃ ૨૯.૨૧ – ૩૦.૫૮

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More