News Continuous Bureau | Mumbai
આજનું પંચાંગ: ૨૬ જુલાઈ ૨૦૨૫, શનિવાર
તિથિ: શ્રાવણ સુદ બીજ
દિન મહિમા:
- ચંદ્રદર્શન: આજે ચંદ્રદર્શનનો શુભ યોગ છે.
- મુ.૩૦ સામ્યાર્ધ: વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતો સમય.
- અશ્વસ્થ મારૂતિ પૂજન: પીપળાના વૃક્ષ હેઠળ મારુતિ (હનુમાનજી) પૂજનનો મહિમા.
- શુક્ર મિથુનમાં ૦૮:૫૭: ગ્રહોના ગોચર મુજબ શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
- જૈન સુમતિનાથ ચ્યવન: જૈન ધર્મ અનુસાર સુમતિનાથ ભગવાનના ચ્યવન કલ્યાણકનો દિવસ.
- શ્રી વલ્લભલાલજી ઉત્સવ-મુંબઇ: મુંબઈમાં શ્રી વલ્લભલાલજીનો ઉત્સવ ઉજવાશે.
- કારગીલ વિજય દિવસ: ભારતીય સેનાની શૌર્યગાથા, કારગીલ યુદ્ધમાં વિજયનો દિવસ.
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
સૂર્યોદય: સવારે ૬:૧૪ (મુંબઈ)
સૂર્યાસ્ત: સાંજે ૭:૧૫ (મુંબઈ)
રાહુ કાળ: સવારે ૯:૩૦ થી ૧૧:૦૭
ગ્રહોની સ્થિતિ અને યાત્રા માટે શુભ-અશુભ સમય
ચંદ્ર: કર્ક રાશિમાં રહેશે, અને બપોરે ૩:૫૧ પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
* આજે જન્મેલા બાળકની રાશિ બપોરે ૩:૫૧ સુધી કર્ક રહેશે, ત્યારબાદ સિંહ રાશિ રહેશે.
નક્ષત્ર: આશ્લેષા નક્ષત્ર રહેશે, અને બપોરે ૩:૫૧ પછી માઘ નક્ષત્ર રહેશે.
ચંદ્ર વાસ:
- બપોરે ૩:૫૧ સુધી પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક રહેશે.
- ત્યારબાદ ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક રહેશે.
Today’s Horoscope આજના શુભ ચોઘડિયા
દિવસનાં ચોઘડિયા:
- શુભ: સવારે ૭:૫૨ થી ૯:૩૦
- ચલ: બપોરે ૧૨:૪૫ થી ૧૪:૨૩
- લાભ: બપોરે ૧૪:૨૩ થી ૧૬:૦૦
- અમૃત: સાંજે ૧૬:૦૦ થી ૧૭:૩૮
રાત્રીનાં ચોઘડિયા:
- લાભ: સાંજે ૧૯:૧૫ થી ૨૦:૩૮
- શુભ: રાત્રે ૨૨:૦૦ થી ૨૩:૨૩
- અમૃત: રાત્રે ૨૩:૨૩ થી ૨૪:૪૫
- ચલ: રાત્રે ૨૪:૪૫ થી ૨૬:૦૮
- લાભ: વહેલી સવારે ૨૮:૫૨ થી ૩૦:૧૫
Today’s Horoscope આજનું રાશિ ભવિષ્ય
મેષ (અ, લ, ઇ): આંતરિક સૂઝમાં વૃદ્ધિ થશે. સંતાન સંબંધિત બાબતોમાં સંતોષ રહેશે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે. શુભ દિવસ.
વૃષભ (બ, વ, ઉ): જમીન, મકાન, વાહન સુખ સારું રહેશે. તમામ સુખ-સગવડ પ્રાપ્ત થશે. દિવસ પ્રગતિકારક રહેશે.
મિથુન (ક, છ, ઘ): તમારી પ્રતિભા દર્શાવી શકશો. નવા કાર્યનું આયોજન કરી શકશો. શુભ દિવસ, લાભ થશે.
કર્ક (ડ, હ): બેંકના કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક આયોજન કરી શકશો. મનોમંથન કરી શકો છો.
સિંહ (મ, ટ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. આંતરિક શક્તિ ખીલશે. લોકો દ્વારા તમારી પ્રશંસા થશે.
કન્યા (પ, ઠ, ણ): લોન વગેરે બાબતોમાં સાવધાની રાખવી. ખર્ચ પર અંકુશ રાખવો. બિનજરૂરી વ્યય ટાળવા સલાહભર્યું છે.
તુલા (ર, ત): જીવનમાં નવા નિયમ લાવી શકશો. તમારી દિનચર્યા સુધારી શકશો. દિવસ દરમિયાન પ્રગતિ થશે.
વૃશ્ચિક (ન, ય): વ્યક્તિની પરખ કરી શકશો. કામકાજ માટે નવા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. શુભ દિવસ.
ધન (ભ, ફ, ધ, ઢ): આધ્યાત્મિક ચિંતન થશે. ધ્યાન, યોગ અને મૌનથી લાભ થશે. પરિવાર સાથે આનંદ માણી શકશો.
મકર (ખ, જ): કોર્ટ-કચેરી કે વિલ-વારસાના પ્રશ્નો ઉકેલી શકશો. વિવાદ નિવારી શકશો. મધ્યમ દિવસ રહેશે.
કુંભ (ગ, શ, સ, ષ): આંતરિક જીવનમાં સારું રહેશે. સંબંધોમાં સુલેહથી ચાલી શકશો. વધુ ઉગ્રતાથી કામ ન લેવા સલાહ છે.
મીન (દ, ચ, ઝ, થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! હિતશત્રુઓથી કાળજી લેવી. વિશ્વાસે ન ચાલવું. મધ્યમ દિવસ.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)