News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૩ ઓક્ટોબર ૨૦૨૪, ગુરુવાર
“તિથિ” – આસો સુદ એકમ
“દિન મહીમા”
આસો શરૂ, શારદીય નોરતાં શરૂ, ઘટસ્થાપના, ગરબો પધરાવવો, માતામહ શ્રાધ્ધ, મહારાજ અગ્રસેન જયંતિ, વિશ્વ નિવાસ દિન, ઇષ્ટી
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૩૦ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૨૩ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૩.૫૬ થી ૧૫.૨૫
“ચંદ્ર” – કન્યા, તુલા (૨૯.૦૫)
આજે જન્મેલા બાળકની રાશી ૪ ઓક્ટોબર, સવારે ૫.૦૫ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે
“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૫.૩૧)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૯.૦૫)
૪ ઓક્ટોબર, સવારે ૫.૦૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૧ – ૭.૫૯
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
લાભઃ ૧૨.૨૭ – ૧૩.૫૬
શુભઃ ૧૬.૫૫ – ૧૮.૨૪
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૪ – ૧૯.૫૫
ચલઃ ૧૯.૫૫ – ૨૧.૨૬
લાભઃ ૨૪.૨૭ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦
અમૃતઃ ૨૯.૦૦ – ૩૦.૩૧
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.
“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.
“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.
“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .
“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)