Site icon

Today’s Horoscope : આજે ૩૦ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope today 21 May 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 21 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ એપ્રિલ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – વૈશાખ સુદ ત્રીજ 

 

“દિન મહીમા”

અક્ષય તૃતિયા-અખાત્રીજ (જપ-દાન-અક્ષય લાભ), યવ-દાન-હોમ-ભક્ષણ, કુંભદાન, ગંગા સ્નાન, શ્રી ગણેશ-વિનાયક ચતુર્થી, પૂજા થાળ (બ. ૦૨-૧૩થી, લાડુનો પ્રસાદ ધરાવવો), બદ્રીનાથ યાત્રા, વરસી તપનાં પારણાં (જૈન), ત્રેતા યુગાદી, કલ્પાદિ, કાનજી સ્વામી જ., ચંદન પૂજા, રોહિણી વ્રત, શાસ્ત્રીજી મહારાજ અંતરધ્યાન તિથિ (સ્વા.), રવિયોગ ૧૬-૧૮થી, દગ્ધયોગ ૦૬-૧૭થી ૧૪-૧૩ 

 

“સુર્યોદય” – ૬.૧૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૬ થી ૧૪.૧૨

 

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૭.૧૩)

આજે જન્મેલા બાળકની રાશી ૧ મે, સવારે ૩.૧૩ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૬.૧૭)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૭.૧૩)

૧ મે, સવારે ૩.૧૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૧૨ – ૭.૪૮

અમૃતઃ ૭.૪૮ – ૯.૨૪

શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૬

ચલઃ ૧૫.૪૮ – ૧૭.૨૩

લાભઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૩ – ૨૧.૪૭

અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૧

ચલઃ ૨૩.૧૧ – ૨૪.૩૫

લાભઃ ૨૭.૨૪ – ૨૮.૪૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Mantra Jaap: આ મંત્રો સાથે કરો દિવસની શરૂઆત, મળશે શાંતિ અને સકારાત્મક પરિણામ
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર, જાણો આપનું રાશિફળ
Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા
Venus Transit: તુલસી વિવાહનો અદ્ભુત સંયોગ: શુક્રનું ગોચર લાવશે સુખ-સમૃદ્ધિ, જાણો કઈ રાશિઓની કિસ્મત ચમકશે.
Exit mobile version