News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૬ મે ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – વૈશાખ વદ ચોથ
“દિન મહીમા”
કુમારયોગ ૦૭ઃ૫૨ થી ૧૫ઃ૫૪, યમઘંટયોગ ૧૫ઃ૫૪ સુધી, પ્લૂટો વક્રી
“સુર્યોદય” – ૦૬.૦૯(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૦૦(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૫.૪૮ થી ૧૭.૨૫
“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.
“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા(૧૫.૫૨)
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૦૯.૨૨ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૫ – ૨૧.૪૮
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૨
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે.
“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
“તુલાઃ”(ર,ત)-
નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.
“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.