News Continuous Bureau | Mumbai
વર્ષ 2022નું પ્રથમ ચંદ્ર ગ્રહણ(2022 first Lunar eclipse) વૈશાખ પૂર્ણિમાંના દિવસે એટલે કે આગામી 16 મે 2022ના રોજ થવા જઈ રહ્યું છે. વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ છે.
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણ(Lunar eclipse)થી 9 કલાક પહેલા સૂતક કાળ લાગુ થાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. ભારતીય સમય પ્રમાણે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ સવારે 8:59 થી 10.23 સુધી થશે. ઉલેખનીય છે કે આ આખા વર્ષમાં કુલ 2 ચંદ્રગ્રહણ થશે અને આ બંને જ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.
આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે મોટા સમાચાર, પશ્ચિમ રેલવેમાં રવિવારે વાણગાંવ-દહાણુ રોડ વચ્ચે મેજર બ્લોક, મુંબઈ-અમદાવાદ સહિત ઉત્તર ભારત ટ્રેનોને થશે મોટી અસર. જાણો વિગતે.
વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમી યૂરોપ(Southwestern Europe), દક્ષિણ-પશ્ચિમી એશિયા(Southwestern Asia), આફ્રિકા(Africa), અધિકાંશ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. જોકે ભારતમાં આ ચંદ્રગ્રહણ(Lunar eclipse) નહીં દેખાય એટલા માટે સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.
વર્ષ 2022નું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ(second Lunar eclipse) 8 નવેમ્બરે (November)થશે. તે પણ પૂર્ણ ચંદ્રગ્રહણ (Moon eclipse)થશે. ભારત(Lunar eclipse visible in some part of India)ના કેટલાક ભાગોમાં આ ચંદ્રગ્રહણ દેખાશે એટલા માટે અહીં સૂતક કાળ માન્ય રહેશે.