બે મહાકાય હાથીઓ વચ્ચેની જબરદસ્ત લડાઈ… તમે ભાગ્યે જ જોયો હશે આવો વીડિયો.. જુઓ રેર વીડિયો

by kalpana Verat
A surprising brawl of elephants caught on camera

   News Continuous Bureau | Mumbai

હાથીઓને ખૂબ જ શાંત સ્વભાવના અને અન્ય પ્રત્યે પ્રેમાળ પ્રાણી માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ વિશાળ પ્રાણી ગુસ્સે થાય છે, ત્યારે તે આકાશને માથે ઉંચકી લે છે. ઈન્ટરનેટ પર એવા ઘણા વિડીયો છે જેમાં હાથીઓ મસ્તી કરતા અને માણસો તથા અન્ય પ્રાણીઓ સાથે સારી રીતે વર્તે છે. પરંતુ જો તેઓને ઉશ્કેરવામાં આવે તો તેઓ ખૂબ ગુસ્સે થાય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં બે હાથીઓની લડાઈ જોવા મળી રહી છે.

વિડિઓ જુઓ:

આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે હાથીઓ સામસામે ઉભા છે અને થોડી જ વારમાં તેઓ ધીમે ધીમે એકબીજા પર હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગે છે. થોડા સમય પછી તેમની લડાઈ વધી જાય છે. બે હાથીઓની લડાઈ દર્શાવતો આ વીડિયો કોઈ ચાલતા વાહનમાંથી કોઈએ રેકોર્ડ કર્યો છે. લડાઈ દરમિયાન, બંને હાથીઓ તેમના દાંતને એકબીજા સાથે ફસાવતા પણ જોઈ શકાય છે. 

 આ સમાચાર પણ વાંચો : હાશકારો.. WHO ની મોટી જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી..

ટ્વિટર પર વિડિયો શેર કરતાં, IFS અધિકારી બડોલાએ કેપ્શનમાં લખ્યું, “ટાઈટન્સની અથડામણ!” . વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. લોકોએ આ વીડિયોને ખૂબ જ અવિશ્વસનીય અને દુર્લભ ગણાવ્યો છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે. કેટલાક નેટીઝન્સ હાથીઓની લડાઈ પાછળનું કારણ જાણવા માટે ઉત્સુક દેખાયા, જ્યારે કેટલાકે કહ્યું કે તેઓએ ક્યારેય હાથીઓને એકબીજા સાથે લડતા જોયા નથી.

Join Our WhatsApp Community

You may also like