હાલના દિવસોમાં મોટાભાગના યુવાનોમાં એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રત્યેનો જુસ્સો વધી રહ્યો છે. આ જ કારણ છે કે આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએથી પેરાજમ્પિંગની સાથે કેટલાક લોકો પહાડી ઢોળાવ પર સાઈકલ અને બાઈક રાઇડિંગ કરતા જોવા મળે છે. તે જ સમયે, કેટલાક એવા લોકો પણ છે જેઓ ભયંકર અને ભયાનક જીવોથી ભરેલા જંગલોમાં પ્રવેશતા જોવા મળે છે. પરંતુ ક્યારેક નાની ભૂલ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.
દરમિયાન અત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જંગલની અંદર એડવેન્ચર સ્પોર્ટમાં જોડાતાં મોતનો સામનો કરવો પડે છે. વીડિયોમાં એક વ્યક્તિ જંગલમાં બાઈક પર જતો જોવા મળે છે. જ્યાં ખાડામાં પડ્યા પછી એક વિશાળ રીંછ તેના પર જીવલેણ હુમલો કરે છે. જે પછી તે ઝડપથી પીછેહઠ કરે છે અને તે જ સમયે અન્ય બાઇક સવાર તેના બાઇકના એન્જિનના જોરદાર અવાજથી રીંછને ડરાવે છે અને તેને જંગલમાં ભાગવા માટે મજબૂર કરે છે.જેને જોઈને યુઝર્સ રૂંવાડા ઉભા થઈ ગયા છે.