News Continuous Bureau | Mumbai
Beluga Whale : કૂતરા(dog) સામાન્ય રીતે તેમના માલિક સાથે પાર્કમાં બોલ સાથે રમતા ( playing ) જોવા મળે છે. જે દરમિયાન માલિક બોલને ફેંકે છે અને કૂતરો તેને પાછો લાવે છે. તેવી જ રીતે આ વિડિયોમાં એક વિશાળકાય વ્હેલ(Whale)ને આવું કરતી જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ બોટના કિનારે આવીને એક મોટો બોલ દરિયા(Ocean) માં ફેંકતો જોઈ શકાય છે. જે પછી વ્હેલ તેને કેચ કરવા જાય છે અને તે વ્યક્તિ પાસે લાવે છે.
જુઓ વિડિયો
This man is playing fetch with a Beluga Whale. This is INCREDIBLE.
We honestly don’t deserve these Majestic Creatures.
Protect them at all costs. pic.twitter.com/iQjdctRT8l
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 8, 2023
બોલ સાથે રમતી વ્હેલ
આ વીડિયોમાં ( Viral Video ) દેખાતી જાયન્ટ માછલી બેલુગા વ્હેલ(Beluga Whale) છે, જે ઉત્તર ધ્રુવની નજીક દરિયામાં એક બોટ પર ક્રૂ મેમ્બર સાથે રમતી જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ પાણીમાં બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે. જે પછી વ્હેલ બોલની નજીક જાય છે, તેને મોંમાં દબાવીને બોટ (Boat)ની નજીકના વ્યક્તિને આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર મોટાભાગના યૂઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Paneer Lababdar : રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ પનીર લબાબદાર ઘરે જ બનાવો, લોકો આંગળી ચાંટતા રહી જશે, નોંધી લો રેસીપી..
યુઝર્સ ની પ્રતિક્રિયા
આ વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે વ્હેલને ખૂબ જ બુદ્ધિશાળી ગણાવી છે. અન્ય યુઝરે પૂછ્યું, ‘શું તે ખરેખર કેચ રમી રહી હતી અથવા માણસોને તેમના કચરાને સારા અને સ્વચ્છ પાણીથી દૂર રાખવા માટે કહી રહી હતી?’