સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો આવતા રહે છે, પરંતુ તેમાંથી કેટલાક વીડિયો દિલ જીતી લે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ડોગ રેસ્ક્યુ ટીમના વખાણ કરતાં થાકશો નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે, જાણતા-અજાણતા એક કૂતરો ઊંડા ખાડામાં પડી ગયો છે. ડોગીને ખાડામાંથી બહાર નીકળવા માટે જેસીબી બોલાવવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વારંવારના પ્રયત્નો પછી પણ કૂતરાને ખાડામાંથી બહાર કાઢવું સરળ નહોતું, પરંતુ અંતે ઘણી મહેનત બાદ કૂતરાને સુરક્ષિત બહાર કાઢવામાં આવે છે.
Rescuing…pic.twitter.com/2r0pia9sPx
— The Figen (@TheFigen_) March 24, 2023
અહીં વિડિયો જુઓ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen_ નામના એકાઉન્ટથી 25 માર્ચે શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 40 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે, જ્યારે 55.9K લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને બચાવ ટીમના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મગર સાથે સ્વિમિંગ કરતી જોવા મળી મહિલા, વીડિયો જોઈને દંગ રહી જશો.. જુઓ વિડીયો..