News Continuous Bureau | Mumbai
‘જાકો રાખે સાંઈયાં, માર સકે ના કોઈ’ એટલે કે જેની રક્ષા ખુદ ભગવાન કરે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. આને લગતા ઘણા વિડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આખી માલગાડી કૂતરા ઉપરથી પસાર થાય છે, પરંતુ પ્રાણીને કોઇ ઇજા આવતી નથી
#કૂતરાની ઉપરથી પસાર થઈ #માલગાડી, પછી જે થયું તે જોઇને તમે પણ કહેશો વાહ શું #ચમત્કાર? જુઓ #વિડીયો.. #Dog #train #railway #track #viralvideo #newscontinuous pic.twitter.com/ewhPcdTG4w
— news continuous (@NewsContinuous) February 15, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ક્લિપ માત્ર થોડી સેકન્ડની જ છે, પરંતુ તેને જોઈને કોઈપણ ડરી શકે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો માલગાડીની નીચે આવી જાય છે. લોકોને લાગ્યું કે હવે આ કૂતરો બચશે નહીં. પણ, કદાચ ભાગી જવાનું તેના નસીબમાં લખ્યું હતું. તમે જોઈ શકો છો કે આખી માલગાડી તેના ઉપરથી દોડે છે, પરંતુ તેને કંઇ પણ થતું નથી, જોકે આમાં પણ કૂતરાની બુદ્ધિમત્તાની પ્રશંસા કરવી જ રહી. તે પણ હલ્યા વિના ટ્રેક પર બેસી રહ્યો. કદાચ તેથી જ તે બચી ગયો.
આ સમાચાર પણ વાંચો: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આપી ખુશખબર, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો… જાણો નવા દર