News Continuous Bureau | Mumbai
કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નીલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા અઢી વર્ષમાં ત્રણ ગણી વધીને 150થી પણ વધુ સંખ્યામાં હોવાનું વન વિભાગનું માનવુ છે. આ દુર્લભ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે.
મહત્વનું છે કે,ગુજરાતના કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોક્ડી અને રણલોંકડી એમ બે પ્રાર્ની લાકડીઓ વસવાટ કરે છે.
આ સમાચાર પણ વાંચો: પીળી હળદરનો કાળો કારોબાર, ગુજરાતના આ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. અસલી નકલી પારખવામાં મુશ્કેલી
રણલોંકડીની વિષેશતા
સામાન્ય રીતે રણલોંકડી, લૂનરી કે લોકરી તરીકે ઓળખાય છે. ભૂખરા આછા પીળા રંગનું શરીર પણ સામાન્ય લોંકડી કરતા રણ લોંકડીનું કદ મોટુ હોય છે. શરીરે મોટાવાળ હોય છે અને પૂંછડીના છેડાના વાળ સફેદ હોય છે. રણલોંકડીનું રહેણાઠ મુખ્યત્વે સૂકા ઘાંસીયા પ્રદેશો, સૂંકા કંટકાવનો અને રેતાળ રણ હોય છે. તે રાત્રે અથવા સાંજના સમયે વિશિષ્ટ અવાજો કરીને ખોરાકની શોધમાં નીકળી પડે છે. રણ વિસ્તારમાં ઝાંખરા-ઝાડીના નીચે તેના વિશિષ દર પરથી એની ઉપસ્થિતી જાણી શકાય છે. તેમના દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે.