News Continuous Bureau | Mumbai
ઘણા લોકો પાળતુ પ્રાણી પાળવાના શોખીન હોય છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેમને જંગલી પ્રાણીઓ રાખવા અને તેમની સાથે રમવાનું પસંદ હોય છે. હાલમાં જ એવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભરવાડ પર તેના જ ઘેટાંએ હુમલો કર્યો. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.
Always one who picks violence.. pic.twitter.com/FyjJAymaw0
— Shocking Video (@ShockingVideo_) May 1, 2023
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ભરવાડ રસ્તા પર ઘેટાને ટોળાને ચરાવી રહી છે. આ દરમિયાન ત્યાંથી એક કાર પસાર થાય છે જે હોર્ન વગાડે છે, હોર્નનો અવાજ સાંભળીને ટોળામાંથી એક ઘેટું ગભરાઈને તેના જ ભરવાડ પર હુમલો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો જર્મનીનો છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડઃ યુવાનો સાથે મંત્રીની લડાઈનો વીડિયો થયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- શરમજનક ઘટના