News Continuous Bureau | Mumbai
ગત ૧૩ વર્ષમાં પ્રથમ વખત સંજય ગાંધી નેશનલ પાર્કમાં વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. . હવે આ ચાર બચ્ચામાંથી ત્રણ મૃત્યુ પામ્યા છે અને એક ની હાલત ખરાબ છે.
વાઘ ના બચ્ચાઓનું વજન ઓછું હોવાને કારણે તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.. બીજી તરફ વાઘના બચ્ચાઓ માંથી એક બચ્ચાને ફેફસાનો ચેપ લાગ્યો હતો જ્યારે કે અન્ય બચ્ચા એક અથવા બીજા કારણોથી બચી શક્યા નહોતા. માત્ર એક મહિનાની અંદર ચારમાંથી ત્રણ મરી ગયા છે જ્યારે કે એક બચ્ચું ગંભીર હાલતમાં છે. ડોક્ટરનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ પછી મૃત્યુનું ખરું કારણ ખબર પડશે.
આ સમાચાર પણ વાંચો: લગ્નસરાની સિઝન પહેલા સોના-ચાંદીમાં લાલચોળ તેજી, ચાંદી ઓલ ટાઈમ હાઈ નજીક તો સોનું ફરી 61 હજારને પાર, જુઓ લેટેસ્ટ રેટ
ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના માનવ દખલ વગર પ્રાકૃતિક રીતે સંજય ગાંધી નેશનલ પાર્કમાં અનેક વર્ષો પછી બચ્ચાનો જન્મ થયો હતો જેને કારણે લોકોમાં ખુશીની લહેર હતી. બચ્ચાને જન્મ આપનાર વાઘણનું નામ શ્રીવલલી હતું જેને વિદર્ભના જંગલમાંથી પકડવામાં આવી હતી. વન વિભાગના રેકોર્ડ મુજબ આ વાઘાણે બે મનુષ્યના જીવ લીધા છે. આ ઉપરાંત જે વાઘ થકી આ બચ્ચાંનો જન્મ થયો હતો તે વાઘ અત્યારે સંજય ગાંધી નેશનલ પાર્કમાં છે. તેમજ તે નર વાઘને પણ વિદર્ભથી પકડવામાં આવ્યો હતો. વન વિભાગના રેકોર્ડ મુજબ આ નર વાઘે કુલ આઠ લોકોનો જીવ લીધો છે.