શુ તમે ક્યારેય બાળ હાથીને પાણી ભરેલા ટબમાં નહાતા જોયો છે… નહીં તો જુઓ પૂરો વીડિયો

by Dr. Mayur Parikh
Video of baby elephant enjoying its bath time is too cute to miss. Watch

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના ફની વીડિયો વાયરલ થતા રહે છે જેને જોઈને આપનો દિવસ બની જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બાળક ટબમાં પાણી જોઈને એટલું ખુશ થઈ જાય છે કે તેમાં કુદી પડે છે. 
વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથીના બાળકને પાઈપથી નવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે બાળ હાથીની નજર સામે પડેલા ટબમાં ડૂબકી લગાવા જાય છે. તે ટબમાં પાણી ભરેલું છે. પાણી ભરેલા ટબને જોતાની સાથે જે ટબમાં કુદી પડે છે. પાણી સાથે મસ્તી કરવાના મુડમાં બાળ હાથી ટબમાં આળોટવા લાગે છે. ધબાક દઈને ટબમાં પડે છે અને ટબનું બધુ જ પાણી બહાર આવી જાય છે. ટબમાં નહાવા પડવા માટે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાનો બાથ ટાઈમ એન્જોય કરે છે. ટબમાં નહાવા માટે પડેલો આ બાળ હાથી ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે.
હાલ લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.
Join Our WhatsApp Community

You may also like