News Continuous Bureau | Mumbai
ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે લોકોએ હંમેશા સાવચેત રહેવું જોઈએ, કારણ કે ઝડપી વાહનો ( biker ) સાથે અથડામણ વન્ય પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. ઉપરાંત, જંગલી પ્રાણીઓ આક્રમક બની શકે છે, જે મનુષ્યો માટે જોખમી બની શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ( Viral video ) સામે આવ્યો છે, જેમાં એક ( tiger ) વાઘ ( encounter ) અચાનક બાઇક સવારની સામે આવીને ઉભો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાઈક સવાર અને કેટલાક અન્ય વાહનો તે જંગલ પાસેના આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. દરમિયાન બીજી જ ક્ષણે એક વાઘ તેની સામે આવીને ઉભો રહી જાય છે. વાઘને જોઈને બાઈક સવાર અને અન્ય વાહનચાલકોના હાલ બેહાલ થઈ જાય છે. ગભરાઈને તે બાઈક સવાર પોતાની બાઈક પાછળ લઈ લે છે. આ વીડિયો બાઇકની પાછળ કારમાં બેઠેલા વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના કતારનિયાઘાટ વન્યજીવ અભયારણ્યનો છે.
As long as one doesn’t have a back gear in the bike, use common sense in the back of your mind & drive slow in wild habitats.
Via Ramesh Pandey. pic.twitter.com/7fBnwJUJiH— Susanta Nanda IFS (@susantananda3) December 21, 2022
આ સમાચાર પણ વાંચો: Mumbai news : મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ તો ઠીક હવે પાણી પણ થયું મોંઘું.. પાલિકાએ પાણીના દરમાં 7.12 ટકાનો કર્યો વધારો
આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે બાઇકમાં બેક ગિયર જેવી કોઈ વસ્તુ નથી. તેથી તમારા દિમાગનો ઉપયોગ કરો. પ્રાણીઓના રહેઠાણમાં ધીમેથી વાહન ચલાવો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ અંગે અનેક લોકોએ વિવિધ ટિપ્પણીઓ પણ કરી છે.