News Continuous Bureau | Mumbai
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જે 1863 માં ખોલવામાં આવ્યું હતું. તે જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 200 હેકટર (490 એકર) માં આવેલ પ્રાણી સંગ્રહાલય છે. અહી વર્ષ 2017માં ગીધ માટે બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી આજ સુધી આ બ્રિડિંગ સેન્ટરમાં દર વર્ષે એક અથવા બે ગીધના બચ્ચાંનો જન્મ થાય છે. આજની સ્થિતિમાં અહીં 54 ગીધ વસ્તી છે. બ્રીડિંગ સેન્ટરમાં તેની વસ્તી 100 થી વધારે થશે, ત્યારે અહીં જન્મેલા આ ગીધને કુદરતી વાતાવરણમાં છોડવાની નિયમ મુજબ છૂટ મળશે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું હતું કે ગીધનું બ્રિડિંગ સેન્ટર એક ખૂબ મોટી ચેલેન્જ છે. કારણ કે ગીધ, એક એવું પક્ષી છે જે પોતાની જાતને આઇસોલેટ રાખે છે. જો માણસને જોઈ જાય તો પણ ખાધેલો ખોરાક બહાર કાઢી નાખે છે. એટલે બ્રીડિંગ સેન્ટરમાં જ્યારે ખોરાક આપવા જવાનું હોય ત્યારે કર્મચારીએ એવો ડ્રેસ પહેરવો પડે છે જેનાથી પ્રવેશ કરનારી વ્યક્તિ કોઈ માણસ છે. તેની ઓળખ ગીધને થાય નહીં. ગીધની બીજી ખૂબી એ છે કે એ વર્ષમાં એક વખત તેના સાથીને પસંદ કરી લે છે પછી તેની સાથે મેટિંગ કરે છે. આ પછી તેના ખોરાકનું ખૂબ ધ્યાન રાખવું પડે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ શહેરની હવા એકંદરે ખરાબ રહી, રવિવારના દિવસે અમુક જગ્યાએ રાહત તો અમુક જગ્યાએ ખરાબ.
ખાસ કરીને કેલ્શિયમની ઉણપ હોય તો ઈંડામાંથી બચ્ચા જન્મ લેતા નથી 60 દિવસ સુધી ઈંડાનું સેવન કરવામાં આવે પછી એક અથવા બે બચ્ચા જન્મ લેતા હોય છે અને તેને પાળવામાં એક વર્ષ વીતી જાય છે દેશમાં ગીધના બે જ બ્રીડિંગ સેન્ટર છે જેમાં એક જુનાગઢ અને બીજું હરિયાણાના પીંજોર ખાતે આવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.