પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: હનુમાનજીને ( Hanuman ) કોણ બોધ આપી શકે? તે સર્વ વિદ્યાના આચાર્ય છે. લંકિનીનો ઉપદેશ સારો છે. હનુમાનજીને લાગ્યું, મેં આંખથી આ દ્દશ્ય જોયું. ના, ના, મેં આંખથી ભલે જોયું, પણ મનથી ચિંતન કર્યું નથી, હનુમાનજી બાલબ્રહ્મચારી છે.
ત્યાંથી ઈન્દ્રજિતના મહેલમાં આવ્યા. સુલોચનાને જોઈ, થયું કે સુલોચના અતિ સુંદર છે. કદાચ આ જ સીતાજી ( Sita ) હશે,
એમ હનુમાનજીએ માન્યું. પણ ના, ના, આ સીતાજી નથી, ખાતરી થઇ.
એકનાથજી મહારાજે સુંદર કાંડ સુંદર લખ્યો છે.હનુમાનજીએ સાક્ષાત્ શિવનું સ્વરૂપ છે. શિવજીએ ( Shiv ) અવતાર લીધો.
પાર્વતીજીએ ( parvati ) અવતાર લેવા હઠ કરી, શિવજીએ કહ્યું ના, મારે બ્રહ્મચારી રહેવું છે, પાર્વતી કહે, તમારા વિના હું જીવીશ નહીં. એટલે શિવજી થયા, હનુમાન અને પાર્વતી થયાં તેનું પૂછડું. આ યોગમાયા દરેકના ઘરમાં જાય છે. હનુમાનજીનું પૂચ્છ વધે છે. રાવણની ( Ravan ) ખૂબ ફજેતી કરે છે. આખી રાત સૂક્ષ્મ રીતે ભ્રમણ કર્યું. પણ સીતાજી કયાંય દેખાતાં નથી. પ્રાતઃ સમયે વિભીષણના ( Vibhishan ) મહેલમાં આવે છે. જાગતાવેંત વિભીષણે રામનામનું સ્મરણ અને ઉચ્ચારણ કર્યું. રાત્રે સૂતા પહેલાં અને સવારે ઊઠતી વખતે પ્રભુના નામનું
સ્મરણ કરજો. શુભ વિચાર કરજો. હનુમાનજીને થયું, આ રાક્ષસોની દુનિયામાં કોણ વૈષ્ણવ હશે? હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ
ધારણ કર્યું અને વિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો. વિભીષણે પૂછ્યું, આપ કોણ છો? રામ તો નથીને? સવારે આપનાં દર્શન થયાં
છે, તેથી મારું કલ્યાણ થશે. હનુમાનજી બધી વાત કહી પૂછે છે. સીતાજી ક્યાં છે? વિભીષણે સીતાજી કયાં અને કેવી રીતે મળશે
તેની વિગત કહી.
વિભીષણે કહ્યું:-તમારા દર્શન થયાં, તેથી જરૂર હવે મને રામના દર્શન થશે. હું તો અધમ છું, પરંતુ તમારા લીધે રામ
મને અપનાવશે.
હનુમાનજી અશોકવનમાં આવ્યા. સીતાજી સમાધિમાં બેઠાં હતાં. સીતાજી ‘હે રામ, હે રામ’ નો જપ કરતાં હતાં.
માતાજીનું શરીર દુર્બળ થયું હતું. માતાજીને મનથી પ્રણામ કર્યા. જે ઝાડ નીચે બેસી સીતાજી ધ્યાન કરતાં હતા, તે ઝાડ ઉપર
બેસી રામકથા કહેવાની શરૂઆત કરી. અનેક વાનરોને સીતાજીને શોધવા મોકલ્યા. હું રામદૂત લંકામાં આવ્યો છું. આજે મારું
જીવન સફળ થયું. સાક્ષાત્ આદ્યશક્તિ શ્રી સીતાજીને વંદન કરું છું.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૨
હનુમાનજી વૃક્ષ પર થી નીચે ઉતર્યાં, સીતાજીને પ્રણામ કર્યા. માં! હું રામદૂત છું. તમે મારી માતા છો. સીતાજીને અતિશય દીન
થઈને પ્રણામ કર્યા. અતિશય આનંદ થયો. હનુમાનજીએ રામનો સંદેશો કહ્યો. રામજી તમારી ઉપેક્ષા કરતા નથી, તે જલદી
પધારશે.
તે પછી હનુમાનજીએ સીતાજીને કહ્યું:-મા, મને ભૂખ લાગી છે. અહીં ફળ પુષ્કળ છે. પણ રાક્ષસો પહેરો ભરે છે.
સીતાજીએ આજ્ઞા કરી કે જે ફળ નીચે પડેલાં હોય તે ખાજે. ફળ તોડતો નહિ. હનુમાને વિચાર્યું, ફળ પાડવાની ના પાડી છે. વૃક્ષ
હલાવવાની કયાં ના પાડી છે. હનુમાનજી ઝાડ હલાવી ફળ પાડવા લાગ્યા.
સંતો ભોજન કરે, ત્યારે પણ ભજન ચાલુ રાખે છે. અન્નની નિંદા એ પાપ છે.
હનુમાનજીએ દિવ્ય વાનરનું સ્વરૂપ ધારણ કરેલું . પુચ્છને કહ્યું, તારું કામ તું કર. પુચ્છ જાય છે, બધાને મારે છે,
રાક્ષસીઓનો સંહાર કર્યો. ઈન્દ્રજિત ત્યાં આવે છે. ઈન્દ્રજિતે બ્રહ્માસ્ત્ર છોડયું, હનુમાનજીએ બ્રહ્માસ્ત્રને માન આપ્યું. ઈન્દ્રજિત
હનુમાનજીને રાજ્યસભામાં લઈ આવ્યા. રાવણે પૂછ્યું, એ બંદર કહાંસે આયા હૈ? હનુમાનજીએ કહ્યું, ઓ, દશમુખ!, તને ઉપદેશ
આપવા માટે આવ્યો છું. તેં શિવજીને પ્રસન્ન કર્યા, પણ સીતાજીને આવી રીતે ઘરમાં રાખે છે? તું રામજીને શરણે આવ. રામ તારા
સર્વ પાપ માફ કરશે. રાવણ કંઈ માનતો નથી. રાવણે હુકમ કર્યો, આની પૂંછમાં ઘણી શક્તિ છે, તેને બાળી નાખો. હનુમાનજીએ
પૂંછ લંબાવી. લંકાના કોઈ કાપડિયાના ઘરમાં કાપડ રહ્યું નહિ. સર્વ કાપડ હનુમાનજીની પૂંછને બાંધવામાં આવ્યું. કપડાં બાંધી
ઘી-તેલ નાંખવામાં આવ્યું, અને આગ ચંપાઈ. હનુમાનજીએ કહ્યું, આ પૂંછયજ્ઞ થાય છે. તેના યજમાન તમે છો. તમે ફુંક મારો.
રાવણ ફુંક મારવા ગયો, દાઢી બળવા લાગી. હનુમાનજીએ આખી લંકા બાળી.
રાક્ષસીઓ સીતાને કહે છે, તમારી પાસે આવેલ તે પુરુષનીં પૂંછ રાક્ષસો બાળે છે. સીતાજી પ્રાર્થના કરે છે. રામ ( Ram ) સિવાય
મેં અન્ય પુરુષનું ચિંતન કર્યું ન હોય અને મેં પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો હે અગ્નિદેવ! તમે શીતળ થજો, તમે શાંત થઈ
જાવ. અગ્નિદેવ ચંદન જેવા શીતળ થયા છે.