પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: સુગ્રીવ-જેનો કંઠ સારો એની મૈત્રી રામજી ( Ram ) સાથે થાય છે. પણ એકલા સુગ્રીવથી કાંઇ વળે નહિ. તેને ( Hanuman ) હનુમાન– બ્રહ્મચર્યનું બળ જોઈએ. બ્રહ્મચર્યના બળ વિના ભજનમાં આનંદ આવતો નથી. કારણ એકાગ્રતા થતી નથી. હનુમાન-
બ્રહ્મચર્યની મદદ ન મળે, તો રામજી સાથે મૈત્રી થતી નથી. રામ સુગ્રીવને અપનાવે છે, તે હનુમાનજીના ઉપકારથી.
સુંદરકાંડ:-જીવ ઈશ્વરની મૈત્રી થઈ એટલે જીવન થયું સુંદર. એટલે તે પછી આવ્યો સુંદરકાંડ. જ્યાંસુધી જીવ પ્રભુ સાથે
મૈત્રી કરતો નથી ત્યાંસુધી, જીવન સુધરતું નથી.
કિષ્કિન્ધાકાંડ ( kishkindha kand ) પછી આવે છે સુંદરકાંડ. સુંદરકાંડ અતિ સુંદર છે. તેમાં રામભક્ત હનુમાનજીની કથા આવે છે. ભાગવતમાં જેમ દશમ સ્કંધ, તેમ રામાયણમાં ( Ramayan ) સુંદરકાંડ છે. સુંદરકાંડમાં ( Sundara Kanda ) હનુમાનજીને સીતાજીના દર્શન થાય છે. સીતાજી એ પરાભક્તિ છે. સીતાજીનાં ( Sita ) દર્શન કયારે થાય? જેનું જીવન સુંદર થાય તેને, પરાભક્તિનાં દર્શન થાય છે. દરિયો ઓળંગીને જે જાય, સંસાર
સમુદ્રને જે ઓળંગે તેને સીતાજીનાં એટલે કે પરાભક્તિનાં દર્શન થાય છે. પરાભક્તિ કોને મળે? જે દરિયો ઓળંગી જાય તેને. તે
ઓળંગે છે એકલા હનુમાનજી. બ્રહ્મચર્ય અને રામનામના પ્રતાપે હનુમાનજીમાં દિવ્ય શક્તિ આવી છે. હનુમાનજી સિવાય બીજો
કોઈ આ દરિયો ઓળંગી શકયો નથી. હનુમાનજીમાં દરિયો ઓળંગવાની શક્તિ આવી, બ્રહ્મચર્ય અને રામનામથી. સમુદ્ર ઓળંગે
એટલે પહેલાં રસ્તામાં સુરસા મળે છે. સુરસા ત્રાસ આપશે. સારા સારા રસો એ સુરસા છે. સુરસા હતી નવીન. નવીનરસ લેવા
વાળી. વાસનામય જીભ એ જ સુરસા છે. સુરસાને હનુમાનજી મારે છે. જેણે સંસારસાગરરૂપી દરિયો ઓળંગવો છે, તેણે જીભને
મારવી પડશે. જીભને વશ કરવી પડશે.
જીવનને સુંદર બનાવવું હોય તો જીવનને ભક્તિમય બનાવો. સીતાજી એ પરાભક્તિ છે. પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે
નહિ. તેથી તેનું નામ અશોકવન. બ્રહ્મદ્દષ્ટિ સિદ્ધ થયા પછી જયાં શોક રહેતો નથી તે અશોકવન.
લંકાકાંડ:-જીવન સુંદર થયું, ભક્તિમય થયું. ત્યાર પછી લંકાકાંડમાં ( Lanka kand ) રાક્ષસો મરે છે. રાક્ષસો એટલે કામ મરે છે, ક્રોધ મરે
છે. ભક્તિમહારાણીનાં દર્શન થયાં એટલે જીવન સુંદર થયું. એટલે લંકાકાંડમાં રાવણ એટલે કે કામ મર્યો.
જીવન સુંદર ક્યારે બને જયારે જીવન ભક્તિમય થાય છે ત્યારે. કામને જે મારે તે કાળને મારી શકે છે. જેને કામ મારે તેને
કાળ પણ મારે છે. લંકા શબ્દને ઉલટાવો એટલે થશે કાળ, કાળ સર્વને મારે પણ હનુમાનજી કાળને મારે છે. લંકાને બાળે છે,
એટલે કાળને મારે છે. હનુમાનજીને કાળ મારી શકે નહિ, કારણ કે તેઓ બ્રહ્મચર્ય પાળે છે અને પરાભક્તિનાં દર્શન કરે છે.
ઉત્તરકાંડ:-તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે. ઉત્તરકાંડમાં મુક્તિ મળશે. કાકભુશુંડી અને ગરુડના સંવાદ
વારંવાર વાંચો. રાક્ષસો ન મરે, કામને ન મારે ત્યાં સુધી, ઉત્તરકાંડમાં પ્રવેશ મળતો તથી. ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે. ભક્ત
કોણ? ભગવાનથી જે એક પણ ક્ષણ વિભક્ત ન થાય તે ભક્ત.
પૂર્વાર્ધમાં રાવણને મારે, તેનો ઉત્તરકાંડ સુંદર બને. જીવનના યૌવનકાળમાં જે કામને મારે તે વૃદ્ધાવસ્થામાં રાજ કરે છે.
જીવનના પૂર્વકાંડમાં એટલે યૌવનમાં જો તમે કામને મારવાનો પ્રયત્ન કરો તો તમારો ઉત્તરાર્ધ-ઉત્તરકાંડ સુધરશે. એટલે જીવન
સુધારવાનો પ્રયત્ન યૌવનાવસ્થામાં કરવો જોઈએ.
આ સાત કાંડોનું નામ આપ્યું સોપાન. માનવજીવનની ઉન્નતિના આ સાત પગથિયા છે.
રામકથા સાગર જેવી છે. આ સાત કાંડની કથા કહી. તેનું રહસ્ય કહ્યું. રામકથા તો અમૃતકથા છે. પણ આ કથા કર્યા
કરીશું, તો પછી કનૈયો કયારે આવશે?
શિવજી જેમ હ્રદયમાં એક રામનું નામ રાખશો.
હંમેશાં રામનું રટણ કરો. હનુમાનજી કહે છે કે સંસારમાં વિપત્તિ તે જ છે કે જ્યારે રામ નામનું સ્મરણ, ભજન ન થાય.
કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ । જબ તવ સુમિરન ભજન ન હોઈ ।।
રાવણાદિ રાક્ષસોનો સંહાર કરી, રામ અયોધ્યા પાછા આવે છે, અને તે પછી રામનો રાજ્યાભિષેક થાય છે. રાજ્યાભિષેક
પછી અયોધ્યાવાસીઓને રામજી બોધ આપે છે. અયોધ્યાવાસીઓને એટલે માનવસમાજને હંમેશ માટેનો બોધ આપે છે. તેની બે
ચોપાઈ બોલી રામકથા પૂરી કરીશ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૮
એહિ તન કર ફલ વિષય ન ભાઈ । સ્વર્ગહુ સ્વલ્પ અન્તદુ:ખ દાઈ ।।
નરતનુ પાઈ વિષય મન દેહીં । પલટિ સુધા તે શઠ વિષ લેહીં ।।
આ માનવશરીર મળ્યું છે તે વિષયભોગ માટે નહિ. વિષયનું સુખ એક ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે અને અંતે તો દુ:ખ, દુ:ખ
અને દુ:ખ જ છે. માનવશરીર પામ્યાં છતાં જે મનુષ્ય વિષયો પાછળ જ લાગી રહે છે, તે મનુષ્ય તો અમૃત આપી, તેના બદલામાં
વિષ લઈ રહ્યો છે.
માટે આવું ન કરતાં, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.
ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી. એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર પર સારો પ્રકાશ પાડે છે. યયાતિનાં લગ્ન
શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયેલાં.
એક દિવસ એવું બન્યું કે વૃષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની બીજી સખીઓ સાથે સ્નાન
કરવા ગયેલી. સ્નાન બાદ શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવયાનીનું વસ્ત્ર ભૂલથી પહેરી લીધું, દેવયાનીએ તેને કર્કશ વચનોમાં ઠપકો
આપ્યો, એટલે ક્રોધથી ઉશ્કેરાઈ શર્મિષ્ઠાએ દેવયાનીને તેનું વસ્ત્ર પડાવી લઈ કૂવામાં ફેંકી દીધી અને સર્વ સખીઓ ચાલી ગઈ.
રાજા યયાતિ મૃગયા રમવા નીકળેલા. તેણે દેવયાનીને બહાર કાઢી, દેવયાનીએ તેનું પાણિગ્રહન કરવા માટે રાજાને
કહ્યું.
શુક્રાચાર્ય પુત્રીની કથની સાંભળી વૃષપર્વાના નગરમાંથી જવા તૈયાર થયા. વૃષપર્વા તેમને પ્રસન્ન કરવા આવે છે.
દેવયાનીએ માંગ્યું છે કે જ્યાં પરણું ત્યાં તારી પુત્રીને દાસી તરીકે મોકલવી. તેથી શર્મિષ્ઠા દાસી તરીકે યયાતિ રાજાને ઘરે ગયેલી.
શુક્રાચાર્યે યયાતિને કહેલું કે શર્મિષ્ઠા સાથે સંબંધ રાખવો નહિ. યયાતિએ તે વચન પાળ્યું નહિ એટલે શુક્રાચાર્યે' તેને વૃદ્ધ
બનાવી દીધો. યયાતિએ વૃદ્ધાવસ્થા દૂર કેમ થાય તેનો ઉપાય પૂછ્યો. શુક્રાચાર્યે કહ્યું, કોઇ તારી વૃદ્ધાવસ્થા લઇ, તેની યુવાની
તને આપે તો તારી વૃદ્ધાવસ્થા દૂર થાય.