પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ભાગવતની ભક્તિમાં દુરાગ્રહ નથી. ફક્ત સ્વરૂપમાં નિષ્ઠા રાખે, સતત એક સ્વરૂપનું મન વારંવાર ચિંતન કરે તો મન
ત્યાં ચોંટી જાય છે. તો મનની શક્તિ વધે છે. શરીરથી નહિ પણ મનથી રોજ ગોકુળમાં જાવ. મનથી મથુરામાં ( Mathura ) જાવ, હ્રદયથી
મથુરામાં જાવ.શરીર ગમે ત્યાં હોય, મનને વૃંદાવનમાં ( Vrindavan ) મોકલો. ભાવના કરો, યશોદાની ( Yashoda ) ગોદમાં બાળકૃષ્ણ છે. ગોપીઓ લાલાનાં દર્શન કરવા દોડતી જાય છે. એક એક લીલાનું ચિંતન કરો, વળી ઠાકોરજીનાં દર્શન કર્યા પછી, ઠાકોરજીના સ્વરૂપને આંખ બંધ કરી અંદર જુઓ.
જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે. ભક્ત ભક્તિદ્વારા ભગવાન સાથે એક બને છે. બંનેનું ધ્યેય એક જ છે.
ભક્તિમાં આરંભમાં ભેદ છે. પછી ભક્ત અને ભગવાન એક બને છે.
ધ્યાનમાં દર્શનમાં તન્મયતા થાય તો નંદમહોત્સવ ( Nandamhotsav ) થયો. જગતનું ભાન છે ત્યાં સુધી દર્શનમાં સાચો આનંદ મળતો
નથી. દેહનું ભાન છે ત્યાં સુધી દેવદર્શન થતાં નથી. દર્શનમાં દેહભાન ભૂલ્યા વગર સાચો આનંદ મળતો નથી. ધ્યાન વગર
ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. ફક્ત એક ઇશ્વરભાવ બાકી છે. આ જ અદ્વૈત છે.
સંતોના જીવનને જોઈએ તો જણાશે કે સંતોએ બહુ દુ:ખ ભોગવ્યું છે. સંતો દુ:ખી થાય છે, તો પણ તેના મન ઉપર
દુ:ખની અસર થતી નથી. નરસિંહ મહેતાનાં ( Narsinh Mehta ) પત્ની મરણ પામ્યાં, મહેતાજીએ લખ્યું, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ. મહેતાજીને એવું તત્ત્વજ્ઞાન મળ્યું હતું કે આવા દુ:ખના પ્રસંગો, તેને અસર કરી શકતા નથી. હ્રદયમાં શ્રીકૃષ્ણ ( Shri Krishna ) હશે, તો દુ:ખની અસર થશે નહિ.
વૃન્દાવનમાં ઘણા સાધુ નંદમહોત્સવ કરે છે. શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું.
ભાવનાથી નંદમહોત્સવ કરો. શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરો કે હું નંદબાબાના મહેલમાં છું. હું ત્યાં બુહારીની સેવા કરું છું.
લાલાના દર્શન કરું છું. યશોદાની ગોદમાં કનૈયો બેઠો છે. ગાયો કૂદાકૂદ કરે છે. ગાપીઓ થૈ થૈ નાચે છે. એવા સ્મરણથી આખો
દહાડો આનંદમાં જશે. એક સ્વરૂપનું ધ્યાન કરવાનું ન બને તો શ્રીકૃષ્ણલીલાનું કીર્તન એવું કરો કે દેહભાન પણ ન રહે અને
દેશકાળનું પણ ભાન ન રહે. નંદબાબાનું ગોકુળ શુદ્ધ પ્રેમભૂમિ છે. તેમાં સુખ ભોગવવાની નહિ પણ બીજાને સુખી કરવાની ભાવના
છે. હું સુખી થાઉં અને બીજાને સુખી ન કરું એવી ભાવના હશે તો સુખ તમારો ત્યાગ કરશે. પરંતુ બીજાને સુખી કરવાની ઈચ્છા
કરવાવાળો કોઈ દિવસ દુ:ખી થતો નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૧
બ્રહ્મમુહૂર્તનો છે. નંદમહોત્સવ બ્રહ્મમુહૂર્તમાં કરવાનો. પ્રભુ ભજનમાં પ્રાતઃકાળે ખૂબ આનંદ મળે તો આખો દિવસ આનંદ મળે છે.
પ્રાતઃકાળમાં વહેલા ઊઠી અર્ધો કલાક ધ્યાન કરો. સવારે પ્રાતઃકાળે ઈશ્વર સાથે એક બનો. બાર વર્ષ નિયમપૂર્વક આ પ્રમાણે કરો
તો અનુભવ થશે. પ્રાતઃકાળમાં જ૫, ધ્યાન, પ્રાર્થના કર્યા હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતાં અટકાવશે.
પ્રાત:કાળમાં હ્રદય થોડું પીગળી જાય તો, આખો દિવસ આનંદમાં જાય છે. વૃન્દાવનમાં ઘણા સાધુઓ નંદમહોત્સવના ૮ શ્લોકોનો
રોજ પાઠ કરે છે. કંઇ ન બને તો આંખો બંધ કરો. આ નંદમહોત્સવનું ધ્યાન કરજો, તેથી મન શુદ્ધ થશે. નંદમહોત્સવના ૮ શ્લોકો:-
નન્દસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહ્લાદો મહામના: । આહૂય વિપ્રાન્ વેદજ્ઞાન્ સ્નાતઃ શુચિરલઙ્ કૃતઃ ।।૧।।
વાચયિત્વા સ્વસ્ત્યયનં જાતકર્માત્મજસ્ય વૈ ।કારયામાસ વિધિવત્ પિતૃદેવાર્ચનં તથા ।। ર ।।
ધેનૂનાં નિયુતે પ્રાદાદ્વિપ્રેભ્યઃ સમલઙ્ કૃતે ।તિલાદ્રીન્ સપ્ત રત્નૌઘશાતકૌમ્ભામ્બરાવૃતાન્ ।। ૩।।
કાલેન સ્નાનશૌચાભ્યાં સંસ્કારૈસ્તપસેજ્યયા ।શુધ્યન્તિ દાનૈ: સન્તુષ્ટયા દ્રવ્યાણ્યાત્માડડત્મવિદ્યયા ।। ૪ ।।
સૌમઙ્ગલ્યગિરો વિપ્રા: સૂતમાગધબન્દિનઃ ।ગાયકાશ્ર્ચ જગુર્નેદુર્ભેર્યો દુન્દુભયો મુહુ: ।। પ ।।
વ્રજ: સમ્મૃષ્ટસંસિકતદ્વારાજિરગૃહાન્તર: ।ચિત્રધ્વજપતાકાસ્રક્ ચૈલપલ્લવતોરણૈ: ।। ।। ૬ ।।
ગાવો વૃષાશ્ર્ચ વત્સતરા હરિદ્રાતૈલરૂષિતા: ।વિચિત્રધાતુબર્હસ્રગ્વસ્ત્રકાગ્ચનમાલિન: ।। ૭ ।।
મહાર્હવસ્ત્રાભરણકગ્ચુકોષ્ણીષભૂષિતા: ।ગોપા: સમાયયૂ રાજન્ નાનોપાયનપાણયઃ ।। ૮ ।।
આ નંદમહોત્સવની દિવ્ય કથા સંક્ષેપમાં સંભળાવી. નંદમહોત્સવનું તાત્પર્ય બતાવ્યું, નવમીના દિવસે આ મહોત્સવ થયો.
શ્રાવણ વદી દ્વાદશીને દિવસે ભગવાન શંકર ગોકુળ પધાર્યા છે.
શંકર યોગીશ્ર્વર અને કૃષ્ણ યોગેશ્વર છે. શંકર મહારાજ દ્વાદશીને દિવસે આવ્યા છે. યોગીશ્વર અને યોગેશ્વરનું મિલન
થયું છે. ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે.