પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ધર્મ અને નીતિ ના પાડે એવું ખાવાની ઇચ્છા થાય, ધર્મ અને નીતી ના પાડે, છતાં લુલીના લાડ લડાવવા ભોજન થાય
તો માનજો જીભમાં પૂતના આવી છે.
બીભત્સ અને શ્રૃંગારી વાતો સાંભળવી કાનને ગમે, તો સમજજો કાનમાં પૂતના આવી.
આ પૂતના એક, એક ઇન્દ્રિયમાં રહેલી છે. તે બહુ ત્રાસ આપે છે. આંખમાં પૂતના આવે ત્યારે આંખને બંધ કરજો.
પૂતના સુંદર શ્રૃંગાર ધારણ કરી, સુંદરરૂપ ધરીને ગોકુળમાં આવી છે. ત્રણ વર્ષની ઉંમર સુધીના બાળને શિશુ કહેવાય છે.
તેને પૂતના મારે છે. પૂતના ત્રણ જ વર્ષની ઉંમરના બાળકને કેમ મારે છે? ચાર અથવા ચાર વર્ષની ઉપરના બાળકને પૂતના કેમ
મારતી નથી?
જીવની ચાર અવસ્થાઓ હોય છે. (૧) જાગૃત (૨) સ્વપ્ન (૩) સુષુપ્તિ અને (૪) તુર્યગા. જાગૃત અવસ્થામાં પૂતના
આંખ ઉપર બેસે છે. આંખ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે. જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ એ અવસ્થાઓમાં અજ્ઞાન પજવે છે,
મારે છે. એટલે પૂતના ત્રણ વર્ષની ઉંમરના બાળકને મારે છે. આ ત્રણ અવસ્થાઓ છોડી, ચોથી તુરીય અવસ્થામાં જીવ
બ્રહ્મસંબંધ ( Brahmasambandh ) કરે છે, ત્યારે પૂતના ત્રાસ આપતી નથી.
ચોથી તુરીય અવસ્થામાં જે પ્રભુ સાથે એક બને, તેને પૂતના મારી શકતી નથી. અથવા
પૂતના ત્રણ વર્ષની અંદરનાં બાળકને મારે છે તે બતાવે છે કે સત્ત્વ, રજ અને તમસ આ ત્રણે ગુણોમાં જે ફસાયેલા છે તેને
પૂતના મારે છે. માયા ત્રિગુણાત્મક છે. એમાં ફસાયેલાને પૂતના મારે છે. સંસારસુખમાં ફસાયેલા છે, એ સર્વ બાળકો જ છે. તેને
પૂતના-અજ્ઞાન મારે છે. પણ સંસારનો મોહ છોડીને જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે, જે ગુણાતીત બનેલા છે તેવા
ગુણાતીતને તે મારી શક્તી નથી. ગુણાતીત એટલે પ્રકૃતિથી પર થયેલા.
પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી. અને નંદજી ( Nandji ) મથુરા ( Mathura ) ગયા હતા. આ હકીક્ત શું બતાવે છે?એ બતાવે છે કે તમારી ગાયો એટલે ઈન્દ્રિયો વનમાં એટલે વિષયોમાં ફરશે. ઇન્દ્રિયો ( senses ) વિષયો તરફ જશે, તો પૂતના-વાસના મનમાં આવશે. અજ્ઞાન તમારા ઉપર સવાર થશે. ઇન્દ્રિયો વિષયોમાં જાય, બહિર્મુખ થાય, ત્યારે વાસના
આવે છે. સેવામાં ઈન્દ્રિયોને અંતર્મુખ બનાવી, ઇન્દ્રિયોનો નિરોધ કરો. તો પૂતના-અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહિ.
નંદ એટલે જીવ. હ્રદય ગોકુળ ( Gokul ) છોડીને મથુરા જાય એટલે કે દેહસુખને પ્રાધાન્ય આપે, દેહદ્દષ્ટિ રાખે, ત્યારે હ્રદયમાં-
ગોકુળમાં પૂતના આવશે. નંદ-જીવ શ્રીકૃષ્ણને છોડી મથુરા જાય એટલે કે મથુરામાં-દેહધર્મોમાં જીવ ફસાય તો વાસના આવે છે.
ઘરમાં નંદ નથી હોતા, ત્યારે પૂતના આવે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૫
પવિત્ર શરીર મથુરા છે. હ્રદય એ ગોકુળ છે. નંદ એ જીવાત્મા છે.
નંદ જીવાત્મા-પરમાત્મા પરમાનંદ શ્રીકૃષ્ણથી ( Shri Krishna ) વિમુખ બને. કંસને મળવા જાય એટલે કે કામને-કલહને મળવા જાય
અને ગાયો, ઈન્દ્રિયો વનમાં જાય એટલે કે વિષયો તરફ દોડે, એટલે પૂતના અવિદ્યા આવે.
પૂતના શણગાર સજીને આવેલી છે. અજ્ઞાન સઘળા દોષોને લાવે છે.
અવિદ્યા પાંચ દોષોને લાવે છે. અવિદ્યામાંથી પંચદોષ ઉત્પન્ન થાય છે.
[૧]દેહાધ્યાસ[૨]ઈન્દ્રિયાધ્યાસ[3]પ્રાણાધ્યાસ[૪]અંતઃકરણાધ્યાસ[પ]સ્વરૂપવિસ્મૃતિ-વિવેકનું ભાન ગુમાવે તે.
પૂતનાનું સ્વરૂપ જોઈ ગોપીઓ, યશોદા વગેરે ભુલાવામાં પડયા. વેણી જોઈ દેહાધ્યાસ થયો. રૂપ જોઈ ઈન્દ્રિયાધ્યાસ
થયો, એટલે સ્વરૂપની વિસ્મૃતિ થઈ. એટલે કોઈ તેને રોકતું નથી. પૂતના નંદબાબાના ઘરમાં ધસી ગઈ. ભગવાન પૂતનાને જોઈ
આંખો મીંચી ગયા. પૂતનાએ બાલકૃષ્ણને ( Balakrishna ) ગોદમાં ઉઠાવ્યા. પૂતના બહારથી સુંદર વ્યવહાર કરતી હતી, પરંતુ તેનું હ્રદય ઘણું
કુટિલ હતું. સંસાર સુખ ભોગવવા માટે મનુષ્ય પણ આત્મા ઉપર ઝેર-વાસનાનું આવરણ કરે છે. પૂતના એ પોતાનું સ્તન કે જેના
ઉપર કાલકૂટ વિષ લગાવેલું હતું, તે ભગવાનના મુખમાં આપ્યું. ભગવાને બે હાથો વડે તેનું સ્તન પકડયું, અને તેના પ્રાણ સાથે
દૂધ ધાવવા લાગ્યા. પૂતના બુમ પાડવા લાગી, મને છોડી દે, છોડી દે. ત્યાં તો ભગવાને તેના પ્રાણ ચુસી લીધા.
મનુષ્ય માત્ર શરીરસૌંદર્ય જોઇને ભાન ભૂલે છે. જેમ વ્રજવાસીઓ પૂતનાનું રૂપ જોઈ ભાન ભૂલ્યા અને કોઈ તેને
અટકાવતું ન હતું.
શ્રી શંકરાચાર્ય ( Shankaracharya ) શતશ્લોકીમાં કહે છે:-લોકો ચામડીની મીમાંસા કરે છે, પણ કોઈ આત્માની મીમાંસા કરતું નથી.
ચામડીનો બહુ વિચાર કરે, તેને બીજા જન્મમાં ચમાર બનવું પડે છે, માટે શરીર શણગારવા પાછળ બહુ સમય ન ગુમાવો, બહુ
ધ્યાન ન આપો.