પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ભગવત સ્વરૂપમાં આસક્તિ ન વધારો ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી.
શ્રીકૃષ્ણે ( Shri Krishna ) પોતાના સૌન્દર્યથી ગોપીઓની આંખનું આકર્ષણ કર્યું. વાંસળીના મધુરનાદથી કાનનું આકર્ષણ કર્યું. ગોપીઓ
મારી જ વાતો કરે. ગોપીઓ મારી જ કથા કરે. શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) , શ્રીકૃષ્ણકથામાં ( Shri Krishna Katha ) જગતની વિસ્મૃતિ થાય છે. ભગવાન કહે છે જે મારું ખૂબ ભજન કરે છે, જે મારી ખૂબ સેવા કરે છે. તેના માટે મને લાગણી થાય છે. બાકી યાદવોનો વિનાશ થયો, ત્યારે ભગવાને આંખમાંથી એક આંસુ પણ પાડયું ન હતું.
તેવામાં લાલાએ પાસું ફેરવ્યું, લાલો પાસું ફેરવે ત્યારે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવાનો.
પરમાત્માને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરશો, તો લાલો કાયમને માટે તમારા ઘરમાં રહેશે શ્રીકૃષ્ણ ઉત્સવપ્રિય છે.
ઉત્સવના દિવસે શક્તિનો, મનનો, વાણીનો સદુપયોગ કરો. ઉત્સવના દિવસે ભગવાનનું ખૂબ સ્મરણ થવું જોઈએ. ઉત્સવના
દિવસે ઈશ્વર સેવામા દેહભાન ભૂલાવું જોઈએ. ઉત્સવના દિવસે આંખમાંથી પ્રેમનાં બે આંસુ ન નીકળે તો ઉત્સવ વ્યર્થ છે.
ઉત્સવને દિવસે વેદપાઠી બ્રાહ્મણનું પૂજન કરો, સગાંઓને બોલાવી જમાડવામાં ઉત્સવનું સાફલ્ય નથી. ઉત્સવને દિવસે ગરીબને
અન્નદાન કરો. ગરીબનું સન્માન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ઉત્સવના દિવસે સાધુ પુરુષોને ભોજન કરાવો. પોતે ભોગ
ભોગવી રાજી થવા કરતાં બીજાને આપીને રાજી થાવ. ઉત્ = ઇશ્વર, સ્વ = પ્રાગટય. ઇશ્વરનું પ્રાગટ્ય હ્રદયમાં થાય એ ઉત્સવ.
લૂલીના લાડ કરવા માટે ઉત્સવ નથી. ઉત્સવ પરમાત્મા સાથે એક થવા માટે છે, તન્મય થવા માટે છે.
યશોદામાએ ( Yashoda ) અંગપરિવર્તનનો ઉત્સવ કરવાનો નિર્ણય કર્યો. યશોદાએ વિચાર્યું, બ્રાહ્મણોની ( Brahmins ) પૂજા રોજ કરું છું, એ સારું છે, પણ ગોપીઓ અને ગોવાળોના આશીર્વાદથી પુત્ર મળ્યો છે. આજે ગોપીઓ અને ગોવાળોની પૂજા કરવી છે.
યશોદા એમ કહેતાં નથી કે મારે ગરીબોને દાન કરવું છે. જીવ ઈશ્વરનો દીકરો છે. જીવ ઈશ્ર્વરનો અંશ છે. જે ઈશ્વરનો
દીકરો છે, તેને ગરીબ કહો તો ઇશ્વરને ખોટું નહિ લાગે? નમ્ર થઈને, દીન થઈને, આંખ નીચી કરીને દાન આપો, આવનારના
હ્રદયમાં પરમાત્મા જ વસેલા છે, એમ સમજીને આપો. તેથી યશોદા કહે છે, મારે એક, એકની પૂજા કરવી છે. એક, એકનું
સન્માન કરવું છે. પૂજા અને મદદમાં અંતર છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૧
આપવાનું હોય, લેવાનું નહિ. એટલે તે દિવસે કોઇએ લીધું નહી. લેવાની ઈચ્છા હોય ત્યાં મોહ છે. આપવાની ઇચ્છા હોય ત્યાં પ્રેમ
છે.
એટલે યશોદા કહે છે મારે સર્વની પૂજા કરવી છે. યશોદામાંએ આખા ગામને આમંત્રણ આપ્યું. નંદજીએ કહ્યું, તું
બિલકુલ સંકોચ કરતી નહીં. કનૈયો આવ્યો છે ત્યારથી ખબર પડતી નથી કે કોણ મારા ઘરમાં લક્ષ્મીજી ( Lakshmi ) મૂકી જાય છે. લક્ષ્મીજી તો ત્યારે છોડીને જાય છે, જ્યારે લક્ષ્મીજીનો મનુષ્ય દુરુપયોગ કરે છે.
જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તમારું ભાગ્ય અનુકૂળ હોય છે. જીવનમાં એક વખત ભાગ્યોદય થાય છે
ત્યારે ખૂબ વાપરજો-પ્રેમથી ખૂબ દાન કરજો. સંકોચ રાખશો નહિ. જેટલું આપશો તેનાથી બમણું તમારા ઘરમાં આવશે. ભાગ્ય
પ્રતિકૂળ હશે તો કાંઇ બચશે નહિ.
ભાગ્ય પ્રતિકૂળ થતાં ધર્મરાજા યુધિષ્ઠિર પણ દરિદ્ર થયા હતા. દરીદ્ર થઈ વનમાં ફરતા હતા. તો સાધારણ મનુષ્યનો
પ્રશ્ર્ન શું? નળરાજા જેવા દરિદ્ર થયા હતા. જેટલું હાથે વાપરશો, તેટલું સાથે આવશે.
આજે ભાગ્ય અનુકૂળ છે. યશોદાજી ખૂબ દાન કરે છે. આજે સાડીઓનો ઢગલો કર્યો, પીતાંબરનો ઢગલો કર્યો, કંઠીઓનો
ઢગલો કર્યો છે.
યશોદાએ વિચાર કર્યો કે આ કનૈયો સૂઈ જાય તો મારાથી બધાનું સન્માન થઈ શકે. કનૈયો જાગે તો, ગોદમાં રાખી બેસવું
પડે એટલે સેવકો સન્માન કરે. સર્વ કરતાં માનદાન અતિશ્રેષ્ઠ છે. યશોદા માએ વિચાર કર્યો, કનૈયો જાગતો હોય તો, સર્વનું
સન્માન કેવી રીતે કરું?
ગરીબનું, બ્રાહ્મણનું સન્માન થાય છે ત્યારે પરમાત્માને આનંદ થાય છે. ઇશ્વર જેને ધન આપે છે, તેની પાસે આશા
રાખે છે કે મારાં બીજા બાળકોનું તે પોષણ કરે.
લાલાએ આંખો બંધ કરી દીધી. કનૈયો અંદરથી જાગતો હતો. મારા સૂવાથી માને આનંદ મળતો હોય તો હું સૂઇ જાઉં.
ભગવાનને નાટક કરતાં બહુ આવડે છે, એટલે તો એનું નામ નટવર પડ્યું છે. માને બતાવે છે હું સૂઇ ગયો છું.
શ્રીકૃષ્ણ સુએ છે, જાગે છે એ બાબતમાં શાંકરભાષ્યમાં કહ્યું છે:-ઈશ્વર નિષ્ક્રિય છે, પણ જીવ માયાના કારણે તેમાં
ક્રિયાનો આરોપ કરે છે. ઈશ્વરમાં ક્રિયા થઈ સકતી નથી. માયાથી ક્રિયાનો આરોપ થાય છે.
દ્દષ્ટાંત આપવાથી એ હકીકત સ્પષ્ટ થશે:-ગાડી મુંબઈના સ્ટેશને પહોંચે, એટલે લોકો કહે છે મુંબઈ આવ્યું, વિચાર
કરવાથી ખબર પડશે, મુંબઈ જતું નથી અને આવતું નથી, ઈશ્વર ક્રિયા કરતા નથી. લીલા કરે છે. લીલામાં સ્વાર્થ ન હોવાથી, તે
લીલા આનંદરૂપ થાય છે.