પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: શ્રીકૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી સદ્યોમુક્તિ આપે છે. નહિતર બ્રાહ્મણ ( Brahmin ) થયા વિના, અગ્નિહોત્રી થયા
વિના,યોગી થયા વિના, મુક્તિ મળતી નથી. કનૈયાને દયા આવે તો તે, જીવ ઉપર કૃપા કરે છે અને તેને ઊંચકીને સીધા વૈકુંઠમાં
લઇ જાય છે.ભગવાનની સાધારણ કૃપા તો સર્વ જીવો ઉપર છે. પણ પરમાત્મા વિશિષ્ટ કૃપા કોઇ કોઈ જીવ ઉપર કરે છે.
પરમાત્માની વારંવાર પ્રાર્થના કરી, જીવ સાધન કરતો કરતો થાકી જાય અને દીન બને ત્યારે તે રડી પડે છે. તેવા જીવ ઉપર
ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે. અને તે જ જન્મમાં તેને મુક્તિ આપે છે. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) રાજાધિરાજ છે. તેને પૂછનાર કોણ? રાજા ધારે તે કરી શકે છે.
જીવ ખુબ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે. ઇશ્વર તેના ઉપર કૃપા કરે છે. નિસાધન બની જે સાધન કરે
છે તે શ્રેષ્ઠ છે. નિસાધન બનવું એટલે સાધન બધાં કરો પણ માનો, મારા હાથે કાંઈ થતું નથી. નિરાભિમાની બનો. અનેકવાર
એવું થાય છે કે મનુષ્ય સાધન કરે એટલે સાધનનું અભિમાન વધવા લાગે છે. એટલે તે પડે છે.
ત્યાર પછી યશોદાએ ( Yashoda ) કહ્યું, તમારા ઘરે લાલો તોફાન કરે તો લાલાને ધમકાવજો.
ત્યારે બીજી ગોપી બોલી:- મા! લાલાને ધમકાવીએ? એ તો અમને ધમકાવે છે. મા! ગઇ કાલે મારે ત્યાં આવેલો. હું તેને
પકડવા ગઈ. તે નાસી ગયો. હું પાછળ દોડી પણ થાકી ગઇ. હું તેને પકડી શકી નહિ. એટલે દૂર ઊભો રહી અંગુઠો બતાવી
બોલવા લાગ્યો, હુરિયો, હુરિયો.
એક સખી બોલી:- મા! કનૈયો મારા ઘરે આવી માખણની ચોરી કરે છે. યશોદાએ તે ગોપીના કાનમાં કહ્યું, આ વાત
કોઇને કહીશ નહિ આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે?
ગોપી કહે છે. મા! તને શું કહું? કનૈયો માગે તો માંગે તે આપું. પણ આ માંગતો નથી.
યશોદાને થયું કે કનૈયાને ધમકાવું, પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં બીક દાખલ થઇ જાય તો?
ગોપીઓની સર્વ ઇન્દ્રિયો પોતાના તરફ ખેંચી પરમાનંદમાં તરબોળ બનાવી, વૈકુંઠના ( Vaikuntha ) મોક્ષના પરમાનંદનું દાન કરવા
માટે શ્રીકૃષ્ણની આ લીલા છે.
યશોદામૈયા કનૈયાને પૂછે કે ઘરનું માખણ કેમ ખાતો નથી? લાલાએ કહ્યું, મને ઘરનું માખણ ભાવતું નથી. કારણ ઘરનું
ખાઉં તો ઘરનું ઓછું થાય. હું તો બહાર જઈ કમાઈ ને ખાઈને ઘરે આવું છું. ગોપીના માખણમાં મને વિશેષ મીઠાશ લાગે છે.
સખીઓ યશોદાજી પાસે ફરિયાદ કરે છે. મા! કનૈયાને બહુ લાડ લડાવશો નહિ. કનૈયો માખણની ચોરી કરે છે. શુકદેવજી ( Shukdevji )
કથા બહુ વિવેકથી કરે છે. શ્રીકૃષ્ણ ચોર છે એમ કહ્યું નથી, પણ ઈતિ હોચું: વ્રજની ગોપીઓ આ પ્રમાણે યશોદાને માખણ ચોરીની
લીલા કહેતી હતી એમ કહ્યું છે. માએ પૂછ્યું, કનૈયો ઘરમાં આવે છે તો તમને ખબર પડે છે? કનૈયો માખણની ચોરી કરે છે એની
તમને ખબર પડે છે?
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦
ગોપીઓ કહે છે. મા! કનૈયો આવે છે તેની અમને ખબર પડે છે. એ જે દિવસે ઘરે આવવાનો હોય તેની આગલી રાત્રે
સ્વપ્નમાં પણ દેખાય છે. મા હું પથારીમાં પડું અને સ્વપ્નમાં કનૈયો દેખાય. પથારીમાં પડયા પછી કનૈયો યાદ આવે છે. વૈષ્ણવો ( Vaishnavas ) તો સૂએ છે ત્યારે પથારીમાં પણ ઠાકોરજીને સાથે રાખીને સૂએ છે. ઠાકોરજીને સાથે રાખવાના એટલે શું? પથારીમાં પડયા પછી હરે કૃષ્ણ, હરે કૃષ્ણનો નિદ્રા આવતા સુધી જપ કરવાનો.
પથારીમાં પડયા પછી કોઈ વસ્તુ યાદ આવે તો માનજો કે તેમાં તમારું મન ફસાયું છે. કેટલાક પથારીમાં પડયા પછી
વિચારે છે કે કાલે કોને કોને ત્યાં ઉઘરાણી કરવી. માનજો એનું મન દ્રવ્યમાં ફસાયું છે. લોભીનું મન દ્રવ્યમાં ફસાય છે, કામીનું મન
સ્ત્રીમાં.
એક ગોપી બોલી. મા! ગઇ કાલે રાત્રે પથારીમાં પડી ત્યારે મને કનૈયો યાદ આવ્યો. કનૈયો ઘરમાં ન હોવા છતાં એની
મૂર્તિ આંખમાંથી ખસતી નથી. લાલાના નામમાં તો અમૃત કરતાં પણ વધારે મીઠાશ છે. મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની આદત પડી
છે.
મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડયા પછી પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય
છે.
મા! મને બીજું કાંઇ યાદ આવતું નથી. કૃષ્ણ કૃષ્ણ બોલતાં, તેમજ કનૈયાને નિહાળતાં મને નિંદ્રા આવી અને તે મને
સ્વપ્નમાં દેખાયો. મને સ્વપ્નમાં દેખાયું કે કનૈયો મારા ઘરે આવ્યો છે અને મિત્રોને માખણ લૂંટાવે છે.
મન જ્યાં ફસાયું હશે તે સ્વપ્નમાં દેખાશે. સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય છે. સાચા વૈષ્ણવનું મન કનૈયામાં જ
ફસાયેલું હોય છે, તેથી તેને સ્વપ્નમાં કનૈયો જ દેખાશે. આવું સ્વપ્ન દેખાય તો જ સમજવું કે હું વૈષ્ણવ થયો છું. પ્રભુનાં પ્રથમ
દર્શન અધિકારીને સ્વપ્નમાં થાય છે. આ ગોપીનું મન શ્રીકૃષ્ણમાં ફસાયું છે. મા, પછી તો મને થયું, કનૈયો મારે ઘરે જરૂર આવશે.
સવારથી હું પાગલ જેવી થઇ. આનંદમાં એવી તન્મય થઈ કે સવારે ઊઠીને ચૂલો સળગાવ્યો, ત્યારે ભાન ન હોવાથી લાકડાં સાથે
ચૂલામાં વેલણ પણ બાળી નાંખ્યું.