પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: એક ગોપી બોલી, મારા જેઠ જમવા બેઠા હતા. મારા ઘરના પ્રત્યેકને તમારો કનૈયો વહાલો લાગે છે. હું પીરસતી હતી તો
પણ કનૈયાની મધુર સ્મૃતિમાં મન લીન હતું, મારા જેઠે મને કહ્યું, મને મુરબ્બો જેઈએ છે. શીંકા પરથી બરણી ઉતારી, હું
મુરબ્બો પીરસતી હતી, ત્યાં કનૈયો યાદ આવ્યો. કોઈ પણ સરસ વસ્તુ દેખાય એટલે લાલાને આપવાની ઇચ્છા થાય છે. આ
મુરબ્બો સરસ છે. કનૈયાને બહુ ભાવશે. મા! તને શું કહું? મારા પતિ કનૈયાની પાછળ પાગલ થયા છે. હવે ધંઘો કરવા પણ વધારે
જતા નથી. મા! કનૈયો બધાને વહાલો લાગે છે. મનમાં ભાવના જાગી. આ સમયે કનૈયો આવે તો, મારા જેઠ એને જમવા બેસાડશે.
મારા લાલાને હું મુરબ્બો પીરસીશ. મા કનૈયો આવે, કનૈયો આવે એ વિચારમાં એવી તન્મય થઈ કે એ વિચારની ધારામાં મન
છટકી ગયું, મને ભાન રહ્યું નહિ. બરણી શીંકામાં પાછી મૂકવાની હતી. બરણી નીચે રહી અને બરણીને બદલે મેં મારા બાળકને
શીંકામાં મૂકી દીધું.
એક સખીએ કહ્યું, મા! આજે લાલાએ મારી લાજ રાખી. કનૈયો કેમ ભૂલાય? ઈશ્વર સાથે પ્રેમ કરો તો ભુલાશે નહિ.
અરે સખી, તારા ઘરમાં શું થયું? સખી બોલી, મારે ત્યાં મહેમાન આવ્યા હતા, મારા સસરાજી ક્રોધી છે. મા! મને આદત
પડી છે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતાં હું રસોઈ બનાવું છું. મા! રસોઇ કરતી વખતે હું પરમાત્માનું સ્મરણ કરું એટલે રસોઈમાં મારી
ભૂલ થાય, એટલે સસરાજીએ ટકોર કરી કે મહેમાન જમવાના છે. સાવધાન થઈ સારી રીતે રસોઈ કરજે. અમે ખેતરે જઇ બે વાગે
આવીશું. મારા સસરા ખેતરે ગયા. મા! હું રસોઈ બનાવતી હતી મારા મનમાં એમ થયું કે ભોકતા તો પરમાત્મા છે. રસોઇ એ સ્વરૂપ
પ્રભુને માટે જ હોય. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) મંત્ર બોલતાં હું રસોઈ કરતી હતી.
આવી ભાવનાથી રસોઇ કરજો. મનમાં જો ફિલ્મના સંસ્કાર હશે તો કામના પરમાણુઓ રસોઈમાં પણ આવશે.
પવિત્રતાથી રસોઈ કરો તો, જમનારનું કલ્યાણ થશે. રસોઈ કરતાં જેવા પરમાણુ મનમાં આવે છે તેવા રસોઇમાં જાય છે. રોટલીનો
લોટ બાંધો ત્યારે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ બોલો, રોટલી વણો ત્યારે હરે રામ હરે રામ મંત્રનો જ઼પ કરો, ઘી ચોપડો ત્યારે પણ હરે કૃષ્ણ
હરે કૃષ્ણ કરો. આ પ્રમાણે રસોઈ કરશો તો તેવી રસોઈ જમનારનું કલ્યાણ થશે. આજની માતાજીઓ આ પ્રમાણે કરતી નથી. રાત્રે
ફ઼િલ્મ જોઇ આવ્યા હોય તે ફિલ્મનાં ગીતો રસોઇ કરતાં યાદ આવે છે અને તે ગીતો ગાય છે. એક જગ્યાએ અમે ગયા હતા. બહેન
રસોઈ કરતાં હતાં. તેમને ખબર નહિ શાસ્ત્રીજી બહાર આવીને બેઠેલા છે. બહેન રસોઇ કરતાં ફ઼િલ્મનું અમંગળ ગીત ગાતાં હતાં.
રાત્રે જોઈ આવ્યાં હશે. મને થયું આ બહેનના હાથનું જે જમશે એનું સત્યાનાશ થઈ જશે. એનું મન પવિત્ર નથી. રસોઈ કરતી વખતે
આવાં શૃંગારનાં ગીત ગાવાથી રસોઈમાં તે સંસ્કાર જાય છે. માટે ગીત ગાવા હોય તો કૃષ્ણ ભક્તિનાં ( Krishna Bhakti ) ગીત ગાવ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૧
પ્રેમકી લગની લાગી ઉસકો,ક્યા મથુરા કયા કાશી રે?
ગોવિંદ કે ગુણ ગાતે ફિરતે, વૃન્દાવનકે વાસી રે.
આજે સાવધાન થઈ રસોઈ કરતી હતી. બધી રસોઈ બનાવી, છેલ્લે હું માનભોગ શેકતી હતી. માનભોગ શેકતાં મારા
મનમાં વિચાર થયો. મનમોહન કનૈયાને માનભોગ બહુ ભાવે છે. મને થયું કે કનૈયો અત્યારે આવે તો, મારા લાલાને હું માનભોગ
ખવડાવું. મારું હૈયું હાથમાં રહ્યું નહિ, મા! મા! મને એવો ભાસ થયો કે કનૈયો આંગણામાં આવ્યો. હમણાં ઘરમાં આવશે. પછી તો
કનૈયો રસોડામાં આવીને ઊભો.
માનભોગ શેક્યો ત્યારે લાલાનું સ્મરણ થયું અને શ્રીકૃષ્ણ સ્મરણમાં મને કાંઇ ભાન રહ્યું નહિ. તન્મયતામાં માનભોગમાં
ખાંડને બદલે મીઠું નાખી, ભોગ ધરી સસરાજી સાથે મહેમાનને જમવાનું પીરસ્યું. માનભોગમાં મીઠું નાખ્યું હશે, પણ તેને શ્રીકૃષ્ણ
નામનો સંપુટ લાગ્યો હતો. મહેમાન તો બહુ રાજી થયા. આ રસોઈ નથી અમૃત છે. ખરેખર નામામૃતનો સંપુટ એને અપાયો હતો.
ખારાપણું મધુરરસમાં ફેરવાયું. મારા સસરાજીનો સ્વભાવ ક્રોધી હતો. તેમ છતાં આજે મારા સસરાજીએ મારાં ખૂબ વખાણ કર્યાં.
આ પુત્રવધૂ નથી પણ લક્ષ્મી મારા ઘરે આવી છે. છેલ્લી હું જમવા બેઠી ત્યારે ભૂલ મને સમજાઈ. માનભોગમાં ખાંડને બદલે મીઠું
નાંખ્યું હતું.
મા, કનૈયાએ મારી લાજ રાખી.
એક ગોપી બોલી, મા તને શું કહું? આજે દહીં, દૂધ વેચવા જતી હતી. મને થયું, મારી ગોળીમાં કનૈયો છે. મેં ગોળી નીચે
ઉતારી. જોયું તો મને ગોળીમાં કનૈયો દેખાયો. ગોળીમાં મને બાલકૃષ્ણનાં ( Bal krishna )દર્શન થયાં. મને વિચાર આવ્યો કે મારે કનૈયાને વેચવો નથી. હું એને મારે ઘરે લઈ જઈશ. દહીં, દૂધ વેચ્યા વગર ગોળી લઈને હું તન્મયતામાં ઘરે પાછી આવી. મારી ફજેતી થઈ. આ
બુદ્ધિરૂપ ગોળીમાં જો કનૈયો હશે તો તેને સર્વ જગ્યાએ કનૈયો દેખાશે. ઠાકોરજીને ( Thakorji ) ગોપીઓ બુદ્ધિમાં રાખે છે. બુદ્ધિમાં- મસ્તકમાં સંસારના જડ પદાર્થોને રાખો તો, જડ પદાર્થોનું ચિંતન થશે અને બુદ્ધિમાં શ્રીકૃષ્ણને રાખશો તો માટીની ગોળીમાં પણ શ્રીકૃષ્ણ
દેખાશે.