પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું, સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય છે. માયામાંથી
પણ ન જાગો ત્યાં સુધી તે સત્ય જેવી અને જાગો એટલે તે અસત્ય છે, એની તમને જરૂર ખાત્રી થશે. જીવને માયા રમાડી શકે, પણ તેને રડાવી ન શકે. કોઈપણ સિદ્ધાંતોનુસાર જીવાત્માને બંધન થઈ શકતું નથી. તે તો મુક્ત જ છે. મનને જ બંધન છે. મનના બંધનથી, અજ્ઞાનથી, આત્મા કલ્પે છે કે પોતાને પણ બંધન થયું છે. જીવ અજ્ઞાનથી સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે.
ઈશ્ર્વર અંશ જીવ અવિનાશી । ચેતન અમલ સહજ સુખ પાસી ।
સો માયા બસ ભયઉ ગુંસાઈ બંધ્યો કીટ મર્કટકી નાઈ ।।
થોડો વિચાર કરો, તો ધ્યાનમાં આવશે કે લોકો બોલે છે કે મારું મન બગડયું. મારું મન ફસાયું. કોઇ કહેતા નથી કે હું
બગડયો, મારો આત્મા બગડયો. આત્મા એ મનનો સાક્ષી છે. દ્રષ્ટા છે. મનમાં સ્વતંત્ર સત્તા નથી, એ આત્માની સત્તા લઈ કામ
કરે છે. મન સ્વતંત્ર નથી. મન નપુંસક છે. મન વિષયોમાં ફસાય છે અને સુખદુ:ખ મનને થાય છે. તે આરોપ આત્મા પોતાનામાં
કરે છે. આ ઉપર તુલસીદાસજીએ ( Tulsidas ) વાંદરાનું દ્દષ્ટાંત આપ્યું છે.
વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે છે. જે વનમાં વાનરો હોય, તે વનમાં હાંડલીમાં ચણા રાખે છે. વાનર અતિ
ઉતાવળથી ચણા લેવા પોતાના બંને હાથો હાંડલીમાં નાખે છે. અને ચણાની મૂઠીઓ ભરે છે. મૂઠીમાં ચણા લે, એટલે હાથ બહાર
ન નીકળે. એટલે વાંદરાને લાગે છે, કે તેના હાથ કોઈ ભૂતે અંદરથી પકડયા છે. પણ વાસ્તવમાં તેના હાથ કોઈ ભૂતે પકડેલા હોતા
નથી. જો તે ચણા હાથમાંથી છોડી દે, તો તેના હાથ બહાર નીકળે.
તેવી જ રીતે સંસાર એ હાંડલી છે-માટલી છે. સંસારના વિષયો એ ચણા છે. મન મર્કટ જેવું છે. મન અહંતા, મમતારૂપી
મૂઠીમાં વિષયોને પકડી રાખે છે. મન બંધનમાં આવે છે. આત્મા એમ માને છે, કે મને બંધન થયું. અહંતા મમતારૂપી મૂઠીમાં
વિષયોને પકડયા, એટલે તેને છોડવાની ઇચ્છા થતી નથી.
જીવનું બંધન આ વાનર જેવું છે. વાનરનું બંધન અજ્ઞાનમૂલક છે. તેમ જીવનું બંધન પણ અજ્ઞાનથી છે. અજ્ઞાનનો નાશ
થયો એટલે બંધન રહેતું નથી. અજ્ઞાનની ઉપાધી દૂર થઇ એટલે આત્મા અને પરમાત્મા એક જ છે. માયાએ સંસારરૂપી હાંડલીમાં
વિષયોરૂપી ચણા ભર્યા છે. તું સમજીને આ વિષયો-ચણાને ફેંકી દે એટલે તું છૂટો જ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૮
પેન્શનના રૂપિયા આવે છે, તે ત્યાં મંગાવશે અને સાધુસંતો પાછળ વાપરી નાંખશે. ડોસો ઘરમાં રહેશે તો પેન્શનના પૈસા ઘરમાં
વપરાશે. ડોસો ઘરમાં હશે અને કોઈ વખત નોકર નહિ હોય, તો બજારમાંથી શાકભાજી લઈ આવશે. ડોસો ઘરમાં હશે તો
બાબાબેબીને રમાડશે. રાત્રે ફરવા જવું હશે તો ઘર સાચવશે. ડોસાને ઘર છોડવું નથી. એટલે છાકરાઓ જવા દેતા નથી એમ કહે
છે.
મન વિષયોમાંથી હઠી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે. દેહાધ્યાસ છૂટી જાય અને વૃત્તિ બ્રહ્માકાર
થાય એટલે મુક્તિ.
વિષયોનું ચિંતન કરે એ મન અશુદ્ધ છે. વિષયોનું ચિંતન છોડી દે એ મન શુદ્ધ છે. અનાદિ કાળથી મનને વિષયોનું
ચિંતન કરવાની આદત પડી છે. તે જ મન શ્રીકૃષ્ણકથાનું ચિંતન કરે, કાન શ્રીકૃષ્ણકથાનું ( Shri Krishna katha ) શ્રવણ કરે, તો વિષયોનું ચિંતન કરવાની આદત છૂટે.
ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ ( Shri Krishna ) છે. આંખનું લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરવું. સર્વત્ર સર્વમાં શ્રી કૃષ્ણનાં દર્શન કરવાં. ઇન્દ્રિયરૂપી
પ્રત્યેક ગોપી, આત્મા સાથે મિલન કરીને સૂએ છે. આ દરેક ઇન્દ્રિયના મળી પાંચ વિષયો છે. ઇન્દ્રિય તે વિષયોથી અલગ થાય
છે, ત્યારે તે આત્મા સાથે શયન કરે છે. ઈન્દ્રિયોરૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવો.
ગોકુળની શ્રીકૃષ્ણલીલાનું ( Shri Krishna Leela ) તાત્પર્ય છે, ગોપીઓને મરતાં પહેલાં મુક્તિ મળે. શ્રી કૃષ્ણ ગોકુળલીલા કરે છે. તેનું કારણ એક જ છે. ગોપીઓને ( Gopi ) મુક્તિ આપવી છે. મુક્તિ મર્યા પછી નહિ પણ મર્યા પહેલાં. ગોપી ભલે ઘરમાં રહે, પણ તેનું મન ઘરમાં ન
રહે. પણ તેનું મન મારામાં રહે. કોઈપણ સાધના કર્યા વગર ધ્યાન્, ધારણા કર્યા વગર, ગોપીઓના મનનો શ્રીકૃષ્ણમાં નિરોધ
થયો છે. ગોપીઓ ભક્તિમાર્ગના આચાર્યો છે.