પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: મહાપ્રભુજીએ કહ્યું છે કે હું ગોપીઓને માર્ગ બતાવું છું, હું નવું કાંઈ કહેતો નથી.
લૌકિક રૂપમાં જેવી આસક્તિ છે તેવી ભગવદાસક્તિ થાય તો, સંસારનું બંધન છૂટી જાય.
શ્રીકૃષ્ણનું ( Shri Krishna ) સૌન્દર્ય એવું છે કે જેને જોયા પછી જગતનું સૌન્દર્ય જોવું ગમતું નથી. શ્રીકૃષ્ણ અતિ સુંદર છે. જગત સુંદર છે.
એમ માનવાથી કામદ્દષ્ટિનો ઉદ્ભવ થાય છે.
એક એક ઇન્દ્રિયને યુક્તિથી, વિષયોમાંથી હઠાવી, પરમાત્મા પોતાની પાસે ખેંચી લે છે. અનાયાસે શ્રીકૃષ્ણકથામાં ( Shri Krishna Katha ) તન્મયતા થાય છે. જેનું મન મીઠું છે, એના ઘરનું જ માખણ કનૈયો આરોગે છે.
ભગવાનને રોજ પ્રાર્થના કરો, નાથ, મારા મનને ખેંચી લો. મારું મન શ્રીકૃષ્ણ સિવાય જગતના કોઇ જડ પદાર્થમાં ન
જાય. મનને ત્યારે શાંતિ મળે છે કે જ્યારે તે ઈશ્વરમાં સ્થિર થાય છે.
વેદાંતીઓ મનને અર્ધચેતન અને અર્ધજડ માને છે. મન પૂર્ણ જડ નથી.પથ્થર પૂર્ણજડ છે. સંકલ્પ કરો તો મન હજારો
માઇલ દૂર જઈ આવશે. મનનો જ્યારે લય થશે ત્યારે તે ઇશ્વરમાં જ થશે. મનનો લય જડ પદાર્થમાં થવાનો નથી.
સજાતીય વસ્તુ સજાતીયમાં મળે છે. દૂધમાં સાકર ભળે છે તેમ. સજાતીય વિજાતીયમાં મળે નહિ. દૂધમાં પથ્થર નાંખશો
તો ભળશે નહિ.
સંસારનો પ્રત્યેક પદાર્થ નાશવંત છે. સંસારનો અર્થ છે જે ક્ષણે ક્ષણે સરે છે, તે મન ઇશ્વરમાં જ મળશે. ઇશ્વર સિવાય
કોઈ વસ્તુમાં મન મળતું નથી.
હે નાથ ! મારું મન સદા તમારામાં રહે. ઈશ્વરથી મન દૂર જાય એટલે બંધન. ઇશ્વરના ચરણમાં મન રહે એટલે મુક્તિ.
ગોપીઓ ( Gopi ) શ્રીકૃષ્ણમાં મન રાખીને કામ કરતી. ઇશ્વરથી મન દૂર જશે તો બગડશે. ભગવાન લીલા કરે છે તેનું આ જ તાત્પર્ય છે.
આથી સમજાયું હશે કે મનને મુક્ત કરવાનું છે-મનનો નિરોધ કરવાનો છે. મનને ઇશ્વર સાથે મેળવવાનું છે-એકાકાર
કરવાનું છે.
નિવૃત્તિના સમયે મનમાં જે કોઈ વિચાર આવે, ત્યારે માનવું કે તેમાં મારું મન ફસાયું છે. ગોપીઓને જ્યારે નિવૃત્તિ મળે
છે. ત્યારે તે શ્રીકૃષ્ણલીલાનું ( Shri Krishna leela ) ચિંતન કરે. કૃષ્ણકીર્તન કરે. અણીના સમયે જીવ દગો આપે છે, પણ ભગવાન દોડતા આવે છે.
મન સર્વ વિષયો છોડી એક ઈશ્વરમાં લાગી જાય તો, તેને મુક્તિ મળે છે. મનને અનાયાસે પ્રભુનું સ્મરણ રહે એટલે આ
નિરોધલીલા છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૯
ગોપીઓ જગતને ભૂલે અને માત્ર શ્રી કૃષ્ણને જ યાદ કરે, એને માટે આ કૃષ્ણલીલા છે.
શ્રીકૃષ્ણલીલામાં મન જોડી દો એટલે જગત ભૂલાશે. શરીર ગમે ત્યાં હોય પણ આ મણિરામને (મનને) ગોકુળ-
વૃન્દાવનમાં ( Vrindavan ) મોકલો.
મરીને જીવે એને મુક્તિ મળે. મરણનું મરણ, એ જ મુક્તિ છે. ગોપી ઘરનું કામ કરતી પણ શ્રી કૃષ્ણ સાથે તે એવી
તન્મય હતી, કે તે ન કરવાનું કામ કરી બેસતી. ચૂલામાં લાકડાં સાથે રોટલી વણવાનાં વેલણ પણ બાળી મુક્તી.
કાળ ધક્કો મારે અને રડતાં રડતાં ઘર છોડીએ, એના કરતાં સાવધાન થઇ સમજપૂર્વક ઘર છોડવું સારું.
બુદ્ધિ પરમાત્માને પકડી શક્તી નથી.
નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેણુવા ન બહુના શ્રુતેન ।
યભૈવેષ વૃણુતે તેન લભ્યસ્તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુંસ્વામ ।।
પરમાત્મા વેદો અધ્યયન કરવાથી મળતા નથી. બુદ્ધિ ચાતુરી કે શાસ્ત્રના બહુ શ્રવણથી પણ તે પ્રાપ્ત થતા નથી, પરંતુ
આત્મા જે પુરુષ ઉપર કૃપા કરે છે, તેને જ તેની પ્રાપ્તિ થાય છે, અથવા જે પ્રાપ્ત કરવા માગે છે, તેને તે મળે છે.
પરમાત્મા જેને પોતાનો માને છે, અપનાવે છે, તેને પરમાત્મા મળે છે.
શ્રી કૃષ્ણ પરમાત્મા પરમપ્રેમનું સ્વરુપ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં તફાવત છે, પુત્ર, પત્ની સાથે સ્નેહ, એ પ્રેમ. સર્વ
જીવો સાથે નિઃસ્વાર્થ સ્નેહ એ પરમ પ્રેમ, આ જીવ નાલાયક છે. તે આંખથી પાપ કરે છે. મનથી પાપ કરે છે. આ જીવ વારંવાર
પાપ કરે છે. તો પણ ઇશ્વર તેના ઉપર પ્રેમ કરે છે. ઈશ્ર્વર જીવને પ્રેમ આપે છે અને તમારી પાસે, જીવ પાસે, ફ઼કત એક પ્રેમ જ
માંગે છે. જીવ ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે અને મનુષ્ય પાસે પ્રેમની અપેક્ષા રાખે છે. પરમાત્મા સાથે જે ખૂબ પ્રેમ
કરે, તેને પરમાત્મા વશ થાય છે. પરમાત્મા તો લક્ષ્મીપતિ છે. તેને પૈસાથી પ્રસન્ન કરી શકાશે નહિ. શરીરબળ, દ્રવ્યબળ,
જ્ઞાનબળ વગેરે સર્વની હાર થાય છે, ત્યારે પ્રેમબળની જીત થાય છે. પ્રેમબળ એ સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું
સાધન પણ પ્રેમ છે.