પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: મનુષ્ય ઇશ્વરની, બરાબર ખરા હ્રદયથી સાધના કરતો નથી તેથી તેને ભગવાન દેખાતા નથી. કનૈયા પાછળ પડો તો તે
કેમ ન મળે? અરે, તે તો જીવને મળવા આતુર જ છે. પણ જીવને ઇશ્વરને મળવાની ઈચ્છા જ થતી નથી. સાધન કરતાં એવા
તન્મય બનો. દેહભાન ભૂલી જાવ કે સાધ્ય તમારી પાછળ આવે. જેમ યશોદાની ( Yashoda ) ભક્તિ જોઈ કનૈયો યશોદા માતાનો પાલવ પકડે છે, તેમ જો તમારી પણ સાધનામાં તન્મયતા હશે તો સાધ્ય જરૂરથી તમારી પાસે આવશે જ, આ જ પુષ્ટિભક્તિ છે.
પોતાના સુખનો વિચાર કરવાનો નહિ. કેવળ ઠાકોરજીના ( Thakorji ) સુખનો જ વિચાર કરવો. આ છે પુષ્ટિમાર્ગ, આ છે
પુષ્ટિભક્તિ.
શરીરથી ભક્તિ કરે, ત્યારે આંખ પણ શ્રીકૃષ્ણમાં ( Shri Krishna ) રાખજો, મન પણ શ્રીકૃષ્ણમાં પરોવી રાખો, સર્વ અંગને ભક્તિરસનું
દાન કરતાં યશોદા, વાણીથી શ્રીકૃષ્ણ કીર્તન કરે છે.
શરીરથી સેવા કરો, વાણીથી કીર્તન કરો, મનને શ્રીકૃષ્ણમાં પરોવી રાખો તો કનૈયો તમારા હ્રદયમાં જાગશે.
યશોદા કીર્તન કરતાં કરતાં તન્મય બન્યા છે. ઘરનું કામ શ્રીકૃષ્ણનું કીર્તન કરતાં કરતાં કરો. શ્રીકૃષ્ણનું કીર્તન કરતાં
આંખો ઉઘાડી હોવા છતાં જગત ભૂલાય છે.
યોગીઓ આંખો બંધ કરી બ્રહ્મચિંતન કરી, જગતને ભૂલવા પ્રયત્ન કરે છે. છતાં જગત જલદી ભુલાતું નથી.
વાણીથી કીર્તન, આંખથી દર્શન, શરીરથી સેવા કરે છે. એટલે યશોદાના હ્રદયમાં શ્રીકૃષ્ણ જાગે છે.
પ્રેમથી સ્મરણ કરે, તો કૃષ્ણપ્રેમમાં હ્રદય પીગળે. પરિણામે આનંદ મળે. આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. નિદ્રામાં મનુષ્યને
જેવો આનંદ મળે છે, તેવો જાગૃત અવસ્થામાં મળે તો મુક્તિ છે.
કનૈયો ઘુંટણીએ ચાલતો મા પાસે આવ્યો. માને કહે, મા મને ભૂખ લાગી છે. ખાવા આપ. યશોદાએ જે કામ હાથમાં
લીધેલું તે મૂકવાનું મન થતું નથી.
આ જીવ દુષ્ટ છે. છતાં ભગવાન તેને પૈસો આપે છે, પ્રતિષ્ઠા આપે છે. જીવ અધમ છે, પણ પરમાત્મા ને આશા છે કે
તે સુધરશે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૩
કનૈયો રડવા લાગ્યો, માએ કામ મૂકી કનૈયાને ગોદમાં લીધો. કનૈયાને ધવડાવવા લાગ્યાં. દુધની
ધાર છૂટી છે. ભક્તિમાં હ્રદય પીગળે એટલે આનંદ થશે અને આનંદ જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. શું બાળકને ધવડાવવાની કથા
શુકદેવજી ( Shukdevji ) કહેતા હશે? શ્રીધરસ્વામીએ કહ્યું છે કે આ કથા કેવળ મા બાળકને ધવડાવે છે તેની નથી. આ બ્રહ્મસંબંધની કથા છે. યશોદા એ જીવ છે. કૃષ્ણ એ પરમાત્મા છે. મા અને પુત્રનું મિલન કેવું છે, તે બીજો કોઇ જાણી શકે નહિ. યશોદા બાળકને
ધવડાવતા નથી. બ્રહ્મસંબંધ થયો છે. આ અદ્વૈતની કથા છે. યશોદા બાલકૃષ્ણને ( Bal krishna ) ગોદમાં લઇ, પરમાત્મા સાથે એક થયાં છે.
જીવ અને બ્રહ્મનું આ મિલન છે. જીવ અને બ્રહ્મનું મિલન થાય ત્યારે, સંસારને મનમાં આવવા દેશો નહિ. યશોદા
કનૈયાને ધવડાવતા હતાં ત્યારે તેનું મન ચૂલા ઉપરના દૂધ ઉપર જાય છે. ઈશ્વર મિલન પ્રસંગ આવે ત્યારે, વિષયોને મનમાં
આવવા દેશો નહિ. યશોદાનો બ્રહ્મસંબંધ થયો છે.
સ્તનપાન કરતાં કરતાં આજે કનૈયાને એવી ઇચ્છા થઈ કે ચાલ, પરીક્ષા કરું કે માતાને હું વહાલો છું કે આ સંસાર વહાલો
છે. માને સાંસારિક કાર્યમાં વિશેષ પ્રેમ છે કે મારામાં. આજે માની કસોટી કરવી છે.
કસોટી કર્યા વગર પરમાત્મા જીવને અપનાવતા નથી.
બેચાર આના માટે મનુષ્ય કેટલું પાપ કરે છે. મનુષ્ય ક્ષુદ્ર પાપ વારંવાર કરે છે. અનેક ક્ષુદ્ર પાપ ભેગા થાય એટલે
મહાપાપ થાય છે. પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે.
પરમાત્મા કસોટી કરે છે અને પછી કૃપા કરે છે. શ્રીકૃષ્ણ કોઇને પણ કસોટી કર્યા વગર અપનાવતા નથી. ઈશ્વર દરેક
જીવની પરીક્ષા કરે છે. ઈશ્વર એવી ઇચ્છા રાખે છે, કે જીવ મારી સાથે જ વધારે પ્રેમ કરે.
ઇશ્વરનો પટ્ટો ગળામાં રાખ્યો, તે પછી ઇશ્વર સિવાય બીજામાં પ્રેમ કરો તે ઇશ્વરને ગમતું નથી. ઇશ્વર અપેક્ષા રાખે છે.
આ જીવ મારી સાથે પ્રેમ કરે. પ્રેમ કરવા જેવો એક ઇશ્વર જ છે. જગતના પદાર્થોમાં કરેલો પ્રેમ એક દિવસ રડાવે છે.
માનો પ્રેમ મારામાં છે કે સંસારમાં? ખોળામાં સૂતો સૂતો કનૈયો વિચારે છે કે અગ્નિને આજ્ઞા કરીશ. તું ચૂલામાં જા. એટલે
દુધનો ઊભરો આવશે અને દુધ ચૂલામાં પડશે, મને છોડશે નહિ તો હું વહાલો અને જો દૂધ ઊતારવા જશે તો સંસાર વહાલો.