પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: બિલ્વમંગળ ( Bilvamangal ) -સૂરદાસ રસ્તા ઉપર ચાલતાં જતા હતા. ચાલતાં ચાલતાં તેઓ રસ્તામાં એક ખાડામાં પડી ગયા. શ્રીકૃષ્ણ ગોપ બાળકનું રૂપ ધરીને આવ્યા. બિલ્વમંગળનો હાથ પકડીને તેને બહાર કાઢે છે. શ્રીકૃષ્ણના ( Shri Krishna ) કોમળ હસ્તના સ્પર્શથી બિલ્વમંગળને લાગ્યું કે આ સાક્ષાત્ ભગવાન હોવા જોઇએ.
સૂરદાસ તેમને પૂછે છે:-તમે કોણ છો?
શ્રીકૃષ્ણે જવાબ આપ્યો:-હું તો એક ગોવાળનો છોકરો છું. એમ કહી ભગવાન નાસી જાય છે.
સૂરદાસ કહે છે:-મારો હાથ છોડીને તમે જાવ છો, પણ મારું હ્રદય છોડીને જાવ ત્યારે ખરા. મેં તમને મારા હ્રદયમાં
બાંધ્યા છે. તમે હ્રદયમાંથી નાસી જાવ ત્યારે ખરા.
હાથ છૂડાકે જાત હો, નિર્બલ જાનકે મોહિ, જાઓગે જબ હ્રદયસે, સબલ કહૂંગા તોહિ.
દામોદરલીલાના વર્ણનમાં સંતો પાગલ બન્યા છે. તેઓ લખે છે કે જ્ઞાન અને ત૫ ઉપર ભક્તિનો આ વિજય છે.
શ્રીકૃષ્ણના મથુરાગમન વખતે જ્યારે યશોદાજી ( Yashoda ) શ્રીકૃષ્ણને વીનવે છે અને કહે છે કે બેટા! મેં તને દોરડા વડે બાંધેલો, તે
તું ભૂલી જજે. તને બાંધ્યો એ મારી ભૂલ થઈ. તું એ મનમાં રાખીશ નહિ, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ-મા! હું બધું ભૂલી
જઇશ, પણ તેં મને દોરડા વડે બાંધેલો તે ભૂલીશ નહિ. હંમેશા યાદ રાખીશ, મા! પ્રેમરૂપી દોરીથી, પ્રેમથી તેં મને બાંધ્યો છે. મા!
હું દ્વારકાનાથ ( Dwarkanath ) થઈશ, છપ્પન કોટી યાદવોનો રાજા થઇશ, સોળ હજાર રાણીઓનો પતિ થઇશ, પણ તારા વડે બંધાયેલો તો હું
તારો જ છું, તેં મને બાંધ્યો, તારા વગર મને કોણ બાંધી શકે? હું બીજા કોઈથી બંધાયો નથી. બીજા કોઇએ મને બાંધ્યો નથી, હું
રૂક્મિણીનો ( Rukmini ) નહિ, સોળ હજાર રાણીઓનો નહિ, કોઈનો નહિ, પણ તારો જ છું. તારો બંધાયેલો છું. તારા પ્રેમના બંધનને હું યાદ કરીશ અને યાદ રાખીશ. મા! તારા પ્રેમને હું કદી ભૂલીશ નહીં.
આ ચરિત્રમાં યશોદાનો વિજય છે, જ્ઞાન-તપશ્ચર્યા ઉપર આ ભક્તિનો વિજય છે. જ્ઞાનીઓ તપના
પ્રતાપે પરમાત્માનાં દર્શન કરી શકે પણ પરમાત્માને બાંધી શકે નહિ, તપસ્વીઓ ભગવાનને ઓળખી શકે, પરંતુ તેને બાંધી શકે
નહિ. વિશુદ્ધ ભક્તિ જ ભગવાનને બાંધી શકે. તેથી તો ભગવાન કહે છે:-હું મુક્તિ આપું છું, અનન્ય ભક્તિ નહિ. ભક્તિ આપુ તો
મારે બંધાવું પડે.
ભક્ત દામાજી કર ન ભરી શકયા, તેથી દામાજીને યવન સરદારો પકડીને લઈ જતા હતા. રસ્તામાં તેણે વિનંતી કરી કે
મને એકવાર પંઢરપુરનાં વિઠ્ઠલનાથના દર્શન કરાવો. પછી મને લઈ જાવ. સરદારો તેને પંઢરપુર લાવ્યા. ભકત દામાજીની દશા
જોઇ વિઠ્ઠલનાથનું હ્રદય પીગળી ગયું. તેમને થયું, મારો દામો બંધાયો છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૯
પંઢરપુરના વિઠ્ઠલનાથજીએ ( Vitthalnath ) ચમારનું રૂપ લીધું અને દરબારમાં ગયા અને ત્યાં કહ્યું, મારું નામ વિઠ્ઠુ ચમાર. હું દામાજી
ઉપરનું સંપૂર્ણ દેવું ચૂકવવા આવ્યો છું, અને બધું દેવું ચૂકવી દામાજીને છોડાવ્યો.
ભગવાને દામાજીને ભક્તિ આપેલી તેથી દામાજીને માટે ચમાર બનવું પડયું.
લાલાને બાંધી યશોદા રસોડામાં ગયાં. યશોદાનું શરીર રસોડામાં, પણ મન શ્રીકૃષ્ણમાં છે. તેમને થાય છે, કનૈયાને
બાંધ્યો તે ઠીક નથી, પણ કરું શું? તેને ચોરી કરવાની આદત પડી છે, તે છોડાવવી છે.
આજે કોઈ બાળક ઘરે ગયાં નથી. કનૈયા! અમારે લીધે તારે બંધાવુ પડયું. લાલા તને દુઃખ થાય છે? કનૈયો કહે છે, મને
કાંઇ દુઃખ થતું નથી. હું તો ગમ્મત કરું છું. લાલાને થયું, હું બાળમિત્રોને કહીશ કે પરિશ્રમ થાય છે તો બાળકો દુઃખી થશે. એટલે
કહ્યું મને દુઃખ થતું નથી.
વૈષ્ણવ સાવધાન રહે છે કે મારા ઠાકોરજીને કાંઇ પરિશ્રમ ન થાય, તેમ પરમાત્મા સાવધાન રહે છે કે, મારા વૈષ્ણવને
કાંઈ પરિશ્રમ થાય નહિ.
શ્રીકૃષ્ણે વિચાર્યુ કે આજે બીજી એક લીલા કરવી છે. હું બળદ થઈશ. ખાંડણીયું થશે ગાડું, આ ખાંડણિયાને
બળદગાડાની જેમ હું ખેંચીશ, કનૈયો ખાંડણિયાને ખેંચવા લાગ્યો.
દામોદર ભગવાને વિચાર કર્યો, હું બંધનમાં આવીશ, પણ અનેક જીવોને બંધનમાંથી છોડાવીશ.
યશોદા એ પુષ્ટિભક્તિ છે. પુષ્ટિભક્તિથી ભગવાનને બાંધવા છે. ભગવાન બંધાય છે ત્યારે જીવને મુક્તિ મળે છે.
ઈશ્વરને પ્રેમથી ન બાંધો, ત્યાં સુધી તમારું માયાનું બંધન છૂટશે નહિ. ઇશ્વરને પ્રેમથી બાંધો.
નવમા અધ્યાયમાં બંધનલીલા, પછી દશમા અધ્યાયમાં મોક્ષલીલા એટલે કે તે પછી યમલાર્જુનના મોક્ષની કથા આવી.