Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Hiral Meria
Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 342

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:   ચલણની રૂપિયા સોની નોટ ફાટી ગયેલી હોય, તેના ઉપર તેલના ડાઘા પડયા હોય, પણ જો નોટનો નંબર દેખાતો હોય તો તે, નોટને કોઈ ફેંકી દેતું નથી. તેમ આ શરીર ફાટેલું છે, ગંદું છે, પણ આ શરીર ઉપરનો નંબર સારો છે. આ શરીરથી ભગવાનનું ભજન થાય છે, ભગવાનના નામ જપનો આનંદ તો, આ મનુષ્યને જ મળે છે. કૂતરાં બિલાડાં કાંઈ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ બોલી શકવાનાં નથી. પશુઓને પોતાના સ્વરૂપની પણ ખબર નથી, તે પોતાના સ્વરૂપને જાણતાં નથી. તો ભગવાનને કયાંથી જાણી શકે? મનુષ્ય જ ભગવાનને જાણી-પામી શકે છે. 

આ અનિત્ય એવા શરીરથી નિત્ય એવા પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે.

આ શરીર પરમાત્માના કાર્ય માટે છે. પ્રભુએ કૃપા કરીને આપ્યું છે. મદમાં અંધ થયેલા લોકોને કોઇ ભાન નથી.
નારદજીને ( Naradji ) દયા આવી. આ લોકોને સન્માર્ગે વાળું. તેઓને શ્રાપ આપ્યો. આ શરીરનો ઉપયોગ કેવળ ભોગવિલાસમાં કરે તેને,
બીજા જન્મમાં વૃક્ષ થવું પડે છે. એવી રીતે ભોગ ન ભોગવો કે શરીર રોગી થાય. ભોગ ઇન્દ્રિયોને રોગી કરવા માટે નથી. પરંતુ
ઇન્દ્રિયોને સાજી રાખવા માટે છે.

કેવળ ભોગવિલાસમાં જ સંપત્તિ અને સમયનો ઉપયોગ કરે તો તેને વૃક્ષ યોનિ માં અવતાર મળે છે. પાપીને વૃક્ષ યોનિ
માં અવતાર મળે છે. વૃક્ષ એ ભોગયોનિ છે. વૃક્ષ એ જડ નથી, તે પાપયોનિ છે. છ ઋતુનો તેને માર સહન કરવો પડે છે.
આ બન્ને યક્ષો મદથી આંધળા, સ્ત્રીલંપટ અને અજિતેન્દ્રિય બન્યા છે, માટે તેઓ સ્થાવરપણું પામવાને યોગ્ય છે. તેવા
ભોગીઓને વૃક્ષ તરીકે જન્મ મળો, એવો નારદજીએ તેમને શાપ આપ્યો.

શાપ સાંભળી નળકુબર ( Nalakuvara ) અને મણિગ્રીવને ( Manigriva  ) પશ્ચાત્તાપ થયો. દુઃખ થયું. તેઓ નારદજીને શરણે આવ્યા છે, ક્ષમા કરો, ભગવન્! ક્ષમા કરો.

નારદજીએ કૃપા કરી તેમને ગોકુળમાં ( Gokul ) વૃક્ષનો અવતાર આપ્યો છે. નંદબાબાનાં ઘરનાં આંગણામાં તમને વૃક્ષનો અવતાર
મળશે, તમને શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ થતાં મુક્તિ મળશે.

આ શાપ આપ્યો કે આશીર્વાદ? ઉદ્ધવ જેવા મહાપુરુષો વૃંદાવનમાં વૃક્ષલતાનો અવતાર માંગે છે.

વિષયભોગમાં રચ્યાપચ્યા રહે, તેને બીજા જન્મમાં ઝાડ થવું પડે. નારદજીએ શ્રાપ તો આપ્યો પણ સંતોના શાપ કે ક્રોધ
હંમેશાં આશીર્વાદરૂપ હોય છે. એટલે તેઓ ગોકુળમાં વૃક્ષ થયાં છે, કે જે અવતાર માટે મહાન ઋષિઓ પણ ઝંખના કરે છે.
ઉદ્ધવજીએ પણ ઈચ્છા કરી હતી કે:-

આસામહો ચરણરેણુજુષામહં સ્યાં વૃન્દાવને કિમપિ ગુલ્મલતૌષધીનામ્ ।

યા દુસ્ત્યજં સ્વજનમાર્યપથં ચ હિત્વા ભેજુર્મુકુન્દપદવીં શ્રુતિભિર્વિમૃગ્યામ્ ।। 

અહો! ત્યજવા મુશ્કેલ એવા સ્વજનોને અને આર્ય માર્ગને છોડીને વેદોને પણ શોધવા યોગ્ય શ્રીભગવાનની પદવીને આ
ગોપીઓ પામી છે. તેવી આ ગોપીઓની ચરણરજને સેવતાં વૃન્દાવનનાં વૃક્ષોના ઝુંડો, લતાઓ કે ઔષધિઓમાંથી કાંઈ પણ હું
બનું એવી મારી પ્રાર્થના છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૧

નળકૂબર-મણિગ્રીવરૂપી તે બે વૃક્ષોનો ઉદ્ધાર કર્યોં. નળકુબર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે. આ પ્રાર્થના
આપણે પણ રોજ કરવી જોઈ એ.

વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયાં હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન:।

સ્મૃત્યાં શિરસ્તવ નિવાસજગત્પ્રણામે દૃષ્ટિ: સતાં દર્શનેડસ્તુ ભવત્તનૂનામ્ ।। 

હે ભગવન્! અમે તમારી પાસે કંઈજ માગતા નથી, અમારી વાણી ફકત આપના ગુણાનુવાદ ગાવામાં વ્યસ્ત રહે. અમારા
કાન આપની કથા સાંભળવામાં તલ્લીન રહે. અમારા હાથ આપના સેવાકાર્યમાં અને અમારું મન આપનાં ચરણોનું સ્મરણ
કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્દષ્ટિ આપની મૂર્તિરૂપ સંત પુરુષોનું દર્શન
કરવામાં લાગી રહો-તત્પર રહો. હે નાથ! આટલી અમારા પર કૃપા કરો.

અમારી વાણી શ્રીકૃષ્ણનું કીર્તન કરે, આંખ હંમેશા શ્રીકૃષ્ણનાં દર્શન કરે, મન શ્રીકૃષ્ણનું ધ્યાન કરે, એક એક ઈન્દ્રિયને

ભક્તિરસનું દાન કરો, તો ઈન્દ્રિયોને શાંતિ મળશે. નળકૂબેર, મણિગ્રીવ એક એક ઇન્દ્રિય માટે ભક્તિરસની માંગણી કરે છે.
નળકુબેર-મણિગ્રીવ સ્તુતિ કરી, ગોલોકમાં ગયા છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More