પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: તે પછી માલણનો પ્રસંગ આવે છે. વ્રજમાં સુખિયા નામની માલણ રહેતી હતી. તે રોજ કૃષ્ણકથા ( Krishna Katha ) સાંભળે. તેની ભક્તિ વ્યસનરૂપ થઈ હતી.
તુકારામને એવી વ્યસનરૂપ ભક્તિ સિદ્ધ થઈ હતી. તુકારામે કહ્યું છે:- પડલે ઇન્દ્રિયા સકળા વળણ બધી ઇન્દ્રિયોને
એવી ટેવ પડી ગઈ છે કે તેઓ ઇશ્વરભજન કર્યા વગર રહી શકતી નથી.
માલણનો પ્રેમ ધીરેધીરે વધવા લાગ્યો. શ્રવણભકિતનું તેને વ્યસન થઈ પડયું છે. ભક્તિનું વ્યસન સિદ્ધ કરો. બીજું કોઈ
વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. વ્યસન કરવું હોય તો ભક્તિનું જ કરો. વિધ્યા વ્યસનમ્ અથવા હરિપાદસેવનમ વ્યસનમ્. સેવા અને
સ્મરણનું વ્યસન તે જ સાચો વૈષ્ણવ. કાનમાંથી કનૈયો હ્રદયમાં આવે છે. વારંવાર કૃષ્ણકથા સાંભળો તો દર્શનની ઉત્કંઠા થાય
છે.
લાલાને જોવા માટે સુખિયા માલણ આવે છે. પરંતુ અધિકાર વગર ઈશ્વર દર્શન આપતા નથી. સુખની ઈચ્છા હશે, બીજી
કોઈ ઈચ્છા હશે તો ભગવાન મળશે નહીં. જીવ જયારે પૂર્ણ નિષ્કામ અને નિર્વાસન બને, ત્યારે ભગવાન તેને દર્શન આપે છે.ઇશ્વર
સિવાય બીજી સૂક્ષ્મ વાસના પણ હશે, ત્યાં સુધી ઇશ્વર દર્શન આપશે નહીં.
સુખિયા માલણ રોજ નંદબાબાના ઘર પાસે આવીને ઉભી રહે, પણ કનૈયો બહાર આવતો નથી. માલણ ભૂદેવ પાસે ગઈ.
જઈને પૂછયું મને કનૈયાના દર્શનની લાલસા છે. મને ઉપાય બતાવો કે જેથી કનૈયાના દર્શન થાય. ભૂદેવને આનંદ થયો, લાયક
જીવ છે. ભૂદેવે કહ્યું, ઘરમાં બાલકૃષ્ણની સેવા કરજે. સેવાસ્મરણથી કનૈયો પ્રસન્ન થશે. સેવાસ્મરણ ઇશ્વરને વશ કરવાનું સાધન
છે. સેવાસ્મરણનો આગ્રહ રાખો. ભગવત દર્શનનો આગ્રહ ન રાખો. જીવ લાયક થાય, એટલે ભગવાન દર્શન આપે છે. ઘણા
સાધુઓ લાલાના દર્શન કરવા આવે છે. સાધુઓની મોટી મોટી દાઢી જોઈ, કનૈયો વિચારે છે કે આ સાધુ મહારાજની જેટલી દાઢી
બહાર મોટી છે તેટલી અંદર છે. અંદરના કામવિકારો હજુ ગયા નથી. યશોદામા કોઈ વખત પરાણે કનૈયાને બહાર ખેંચી લાવે તો,
કનૈયો માની સાડીમાં મોં છૂપાવી દે અને સાધુને પીઠ બતાવે. આ હજુ લાયક થયો નથી. એ તો તનકી પણ જાણે અને મનકી પણ
જાણે. લાયક થયા વગર ઈશ્વર દર્શન આપતા નથી. માલણે કહ્યું, હું સેવા કરી શકું તેમ નથી. અમે ગરીબ છીએ. ભૂદેવે કહ્યું, તો
તું ૨૧૦૦૦ જપ રોજ કરજે. કંઈક સાધન તો કરવું જ પડશે. સાધન વગર ઇશ્વરને દયા આવતી નથી. સાધન કરતાં દીન થઈ
જીવ રડી પડે, ત્યારે ઇશ્વરને દયા આવે છે.
કથા વાંચ્યા-સાંભળ્યા પછી કાંઇક નિયમ લેજો. કથા માર્ગદર્શન આપે છે. કથા સાંભળ્યા પછી કાંઈક પણ સાધન કરો.
માલણને અનેક સાધનો બતાવ્યાં. પણ માલણ ના પાડે છે. છેવટે બ્રાહ્મણે કહ્યું તારાથી કાંઈ ન થાય તો છેવટે
નંદબાબાના રાજમહેલની રોજ ૧૦૮ પ્રદક્ષિણા કરજે. ત્રણ વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે. કનૈયાને ( Kanhaiya ) દયા આવશે.
માલણ તે પ્રમાણે પ્રદક્ષિણા કરવા લાગી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૪
મનુષ્ય ઘણેભાગે વ્યવહારનાં કામ નિયમસર કરે છે. તેમાં ભોજન તો સમયસર જ જોઇએ. મનુષ્ય ભોજનમાં નિયમ
રાખે છે. પણ ભજનમાં તે નિયમ રાખતો નથી.
ભજન કર્યા વગર ખાય તો પાપ ખાય છે. મનુષ્ય જેટલી કાળજી કપડાંની કરે છે, તેટલી કાળજી જો તે પોતાના કાળજાંની
રાખે, તો તેનું મન મલિન થાય નહીં, બગડે નહીં.
સત્કર્મમાં નિયમ રાખો. સંત એ કે જે સત્કર્મમાં નિયમ રાખે, ઠાકોરજી ( Thakorji ) પરીક્ષા કરે છે કે નિયમમાં તેની કેવી નિષ્ઠા છે.
માલણ રોજ પરમાત્માને મનાવે. નાથ મને દર્શન આપો, ત્રણ વર્ષ પૂરાં થયાં છે, આજે કૃષ્ણ ( Shri Krishna ) વિરહ તેનાથી સહન થતો
નથી. આજે મન શુદ્ધ થયું છે, માલણ વિચાર કરે છે, આજે નિશ્ચય કરીને આવી છું. કનૈયાનાં દર્શન ન થાય તો ઘરે જવું જ નથી.
દર્શન કર્યા વગર નંદબાબાનું આંગણું છોડીશ નહીં.
પ્રભુના વિયોગાગ્નિમાં જીવ જ્યારે તડફડે છે ત્યારે ભગવાન મળે છે.
માલણ પ્રદક્ષિણા કરે છે. માથે ફળની ટોપલી છે. પરમાત્માને શબરીનાં બોર યાદ આવ્યાં, માલણ દર્શન માટે આતુર છે.
તેને મારે દર્શન આપવાં છે. કનૈયાની કેડ ઉપર સોનાનો કંદોરો છે. હાથમાં બાજૂબંધ. ગળામાં કંઠી, પગમાં નુપૂર્, મસ્તક પર
મોરપીંછ છે. સુંદર બાલસ્વરૂપ છે. છુમ છુમ કરતો કનૈયો માલણની સન્મુખ આવ્યો છે. કૃષ્ણે માલણની આતુરતા, વ્યાકુળતા
જોઈ તેને દર્શન આપ્યાં. કનૈયો ફળ લેવા આવ્યો. બે હાથ આગળ કરી માલણને કહે, ફળ આપો. માલણ કહે, મારે આજે કનૈયા
સાથે વાત કરવી છે. તમારા દુઃખની કથા એકાંતમાં કનૈયાને કહેજો. કનૈયો તમને સુખી કરશે,