પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: દુઃખની કથા કનૈયા શિવાય બીજાને કહેશો નહિ. માલણે વિચાર્યું ફળ આપી દઈશ તો તરત ફળ લઇ ચાલ્યો જશે. માલણે કનૈયાને કહ્યું, લાલાને હું ફળ આપવા આવી નથી. ફળ વેચવા આવી છું. માલણે ફળના બદલામાં અનાજની માંગણી કરી. પણ તેને દુ:ખ થયું છે. મેં કનૈયા પાસે અનાજની માંગણી કરી? માલણને છોકરો ન હતો. વિચારે છે મારા ઘરે છોકરો થશે? હું પાપી છું. પણ કનૈયો પ્રેમાળ છે. કનૈયો મારી ગોદમાં આવશે? હું પ્યાર કરું, મને મા કહીને બાલાવશે?
બાલકૃષ્ણ ( Bal Krishna ) ઘરમાં ગયા, બે મૂઠીમાં ચોખા લીધા છે. દોડતો આવ્યો અને માલણની ટોપલીમાં ચોખા પધરાવ્યા. હવે મને
ફળ આપો. માલણ કહે છે, બેટા, મારા દુ:ખની કથા તને હવે સંભળાવું. તું મારી ગોદમાં નહિ બેસે? તેની ઈચ્છા પરિપૂર્ણ થઈ.
તેને બહ્મસંબંધ થયો. હજારો જન્મથી વિખૂટો થયેલો જીવ ઇશ્વરને મળ્યો. પ્રેમમાં તૃપ્તિ થઈ નથી. કનૈયો કહે છે, હું બધાનો
બાળક છું, પિતા છું, માતા છું. ઇશ્વર સાથે જેવો પ્રેમ કરશો તેવો તે આપશે. કનૈયો કહે મા! મને ફળ આપ. અતિશય આનંદ થયો
છે. લાલાને ઉત્તમમાં ઉત્તમ ફળ આપ્યાં છે. ફળ હાથમાં આવ્યા પછી, કનૈયો દોડતો ઘરમાં જાય છે.
માલણ પરમાત્માને મનાવે છે. મારી નજર કનૈયાને ન લાગે, મારા શ્રીકૃષ્ણને ( Shri Krishna ) કષ્ટ ન થાય. મસ્તક ઉપર ફળની ટોપલી
છે. ઘરે આવ્યા પછી માલણે ટોપલીમાં જોયું તો ટોપલી રત્નોથી ભરાયેલી હતી. માલણને આશ્ર્ચર્ય થયું. મારું અનેક જન્મનું
દારિદ્રય દૂર થયું. ઇશ્વરને ફળ અર્પણ કરશો તો, ઇશ્વર તમને રત્નો આપશે. પરમાત્મા આપે છે, ત્યારે પાછું વાળીને જોતો નથી.
મનુષ્ય વિવેક અને સંકોચથી આપે છે, પ્રભુ અનંતગણું આપે છે.
જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે તેની ટોપલી ભગવાન હંમેશા દિવ્ય રત્નોથી ભરી દે છે. તેને
ભગવાન બ્રહ્મવિદ્યા રૂપી ( Brahmavidya Rupi ) દિવ્ય રત્નો આપે છે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધેલી તેમ. માલણ એ જીવ છે. જીવ પાસે પરમાત્મા સત્કર્મનું ફળ પુણ્ય માંગે છે. અને જો તમે તેને સત્કર્મનું ફળ અર્પણ કરશો, તો તે તમને અનેકગણું કરીને
આપશે.કારણ:-કોઇનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહ ગરથ વાળી.
માટે:- યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ।।
હે અર્જુન! તું જે કાંઈ કર્મ કરે, જે કાંઈ ખાય, જે કાંઈ હવન કરે, જે કાંઈ દાન કરે, જે કાંઈ તપ કરે, તે બધું તું મને અર્પણ
કર તો તું મામુ પૈષ્યસિ મને પ્રાપ્ત કરીશ. તેથી સર્વ કર્મો ભગવાનને અર્પણ કરો.
કરેલા કર્મનું પુણ્ય એ જ ફળ. કર્મનું પુણ્યરૂપી ફળ, કૃષ્ણાર્પણ. કરેલા કર્મનું ફળ ભોગવવા ઈચ્છા ન રાખો. જે કર્મનું
ફળ ભગવાનને અર્પણ કરે છે, તેની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મજ્ઞાનથી ભરાઈ જાય છે.
કનૈયો બધાને ફળ આપે છે. આ ભગવાનની ગોકુળલીલા ( Gokul Leela ) છે. ગોકુળલીલા અહીં પરિપૂર્ણ થાય છે.
બાળલીલા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કિશોરલીલા સાંભળવાથી ભક્તિ વધે છે. બાળલીલા પૂર્ણ
થઈ, હવે વૃન્દાવનલીલા શરૂ થાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૫
પ્રત્યેક કર્મ પરમાત્માની આજ્ઞા સમજીને કરો તો તે ભક્તિ બને છે. કર્મમાં અંતર નથી. પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરે, તે કર્મ
જ ભક્તિ અને કર્મમાં ફલેચ્છા એ જ કર્મમાં કપટ છે. ફળની ઇચ્છા રાખ્યા વગર કર્મ કરે, તે કર્મ જ ભક્તિ છે. પ્રત્યેક કર્મ ઈશ્વરના
માટે કરે છે, તેનું પ્રત્યેક કર્મ ભક્તિ બને છે. મનુષ્ય કર્મ કરે ત્યારે એવી નિષ્ઠા રાખે કે હું ભગવાનને માટે કર્મ કરું છું. મનુષ્ય કર્મ
કરતી વખતે મન ઇશ્વર સાથે જોડી રાખે, તો તેની પ્રત્યેક ક્રિયા એ ભક્તિ છે. વ્યવહારને અતિ શુદ્ધ રાખો તો પ્રત્યેક વ્યવહાર ભક્તિ થશે. મનુષ્ય જ્યારે પાપ કરે છે, ત્યારે ઈશ્વરને ભૂલી જાય છે. ઈશ્વર સર્વવ્યાપક અને સર્વત્ર છે, એમ માનો તો તમારાથી પાપ થશે નહીં. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. ઈશ્વરની ભાવના રાખીને કરેલો વ્યવહાર ભક્તિ છે.
શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવાની જરુર પડે છે. પ્રત્યેક કૃતિને ભક્તિમય બનાવો. ભોજન કરતી વખતે ભાવના કરો, મારા નારાયણ આરોગે છે. આવું અનુસંધાન રહે તો ભોજન એ પણ ભક્તિ છે. વ્યવહારને ભક્તિમય અને જ્ઞાનમય બનાવો. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વરથી દૂર ન જાઓ. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વરભાવથી, સમાનભાવથી ક્રિયા કરો. કર્મહીન બેસશો નહીં. જે નવરો બેસે તેના હાથે પાપ થવાની સંભાવના છે. ધંધો કરવો વગેરે આદત વર્ષોથી પડી છે. તેથી મનુષ્ય જો એકદમ પ્રવૃત્તિનો ત્યાગ કરશે, તો સંભવ છે કે આખો દિવસ તેને હાથે ભજન નહિ, પણ પાપ કરશે, પાપ થશે.
મનુષ્ય જ્યારે નવરો પડે છે, ત્યારે તેના હાથે પાપ અને વિકારો આવે છે. સતત સત્કાર્ય કરો, પૈસા માટે ધંધો કરવો પડે
છે. મહેનત કરો પણ નોકરી ધંધો કરતાં ઈશ્વરને ભૂલશો નહિ. પ્રત્યેક કલાકના આરંભમાં પાંચ મિનિટ ઇશ્વરનું ધ્યાન કરો, તો
આખો દિવસ તમારાથી પાપ થશે નહિ. ઇશ્વરે જે સ્થિતિમાં રાખ્યા છે, તેમાં આનંદ માનો. તમારો જે વ્યવહાર છે, તેમાં ઇશ્વરનું
અનુસંધાન રાખો. પ્રત્યેક કાર્ય ઇશ્વરની આજ્ઞા માનીને કરો, કર્મ કરો, પણ તે કર્મના ફળને ભોગવવાની ઇચ્છા ન કરો. ફળ કેટલું
અને કયારે આપવું તે ભગવાનના હાથની વાત છે