પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: કર્મ કરો ત્યારે સદ્ભાવ રાખો, જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ. તમારા આત્માને પ્રતિકૂળ લાગે, તેવું વર્તન બીજા તરફ઼ ન કરો, કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે.
સત્કર્મ ત્યાં સુધી કરો કે શરીરને બહુ થાક લાગે. શરીરને બહુ થાક ન લાગે તો પથારીમાં પડયા પછી મનમાં પાપ આવે
છે. પથારીમાં પડયા પછી નિદ્રા ન આવે તો પાપ કરવાની ઇચ્છા થાય છે. સત્કર્મ કરતાં ખૂબ થાક લાગશે તો, સત્કર્મ કરતાં નિદ્રા
આવશે અને ત્યારે એ નિદ્રા પણ ભક્તિ બનશે.
કર્મનું ફળ ઈશ્ર્વરને અર્પણ કરો તો ઈશ્વર અનંતગણું કરીને આપશે. અનુભવ ન થાય એનો અર્થ એ નથી કે સિદ્ધાંત
ખોટો છે. અનુભવ ન થાય તો માનજો મારામાં, મારા કર્મમાં કાંઈ કમી છે. પૂર્વજન્મના સંસ્કાર અને વાસના બળી જશે, એટલે
કર્મમાં આનંદ આવશે. કર્મનું ફળ કયારે મળશે તે કહી શકાય નહિ. કર્મનું ફળ ઇશ્વરને અર્પણ કરો. માલણની કથા માં આવે છે.
માલણે સર્વ કર્મ શ્રીકૃષ્ણને ( Shri Krishna ) અર્પણ કર્યાં એટલે તેની ટોપલી ભગવાને રત્નોથી ભરી દીધી. ટોપલી એટલે બુદ્ધિ.
ઠાકોરજી ( Thakorji ) મંદિરમાં નહીં પણ આપણી બુદ્ધિમાં આવીને બિરાજે તે જરૂરી છે, કે જે બુદ્ધિમાં વિષયો ભર્યા છે. ઠાકોરજી
મંદિરમાં બિરાજે તેથી શાંતિ નહિ મળે. પણ તે આપણી બુદ્ધિમાં બિરાજે તો જ શાંતિ થાય. જેવી રીતે સંસારના વિષયો બુદ્ધિમાં
રાખો છો તેવી રીતે બુદ્ધિમાં ભગવાનને રાખો તો જીવન કૃતાર્થ થાય.
ગોકુળલીલા ( Gokul Leela ) પૂરી થાય છે. બાલકૃષ્ણ ( Bal Krishna ) પાંચ વર્ષના થયા છે. બાલકૃષ્ણને વૃંદાવન જવાની ઈચ્છા છે.
ગોકુળમાં થતા ઉત્પાતો જોઇ ઉપનંદજીએ સૂચન કર્યું કે આપણે બાળકોને લઈ બીજે સ્થળે રહેવા જઇએ. અત્રેથી થોડે
દૂર વૃંદાવન નામનું વન છે. વન વૃન્દાવન નામ । તે રહેવાને યોગ્ય છે, આ સૂચન સર્વને ગમ્યું. રામકૃષ્ણને ( Ram krishna ) આનંદ થયો.
રમવાની બહુ મજા આવશે, રામકૃષ્ણ સાથે બધા વૃંદાવન રહેવા આવ્યા છે.
વૃંદા એટલે ભક્તિ. વૃંદાવન એટલે ભક્તિનું વન. બાળક પાંચ વર્ષનો થાય એટલે તેને ગોકુળમાંથી (ગમે તેવા
લાડમાંથી) વૃંદાવન લઈ જાવ. એટલે કે તેને ભક્તિના વનમાં લઈ જાવ. બાળકને પાંચ વર્ષ પૂરા થયા પછી તેની સાથે લાડ કરશો
નહિ.
બાળકમાં ધર્મના સંસ્કારો દૃઢ કરવા તેને નાનપણમાં ધર્મનું શિક્ષણ આપવાનું શરૂ કરો. એકાદશીના દિવસે બાળકને
અન્ન ન આપો. જે માબાપ બાળકને સારા સંસ્કાર ન આપે, ધર્મનું શિક્ષણ ન આપે, ભક્તિનું શિક્ષણ ન આપે, તે માબાપ
બાળકનાં વેરી છે.
બાળકના મનમાં વિચાર જલદી ઠસી જાય છે. બાળકનું હ્રદય કોમળ હોય છે. તેને જે બાજુ વાળશો તે બાજુ વળશે. માટે
બાલ્યાવસ્થામાં બાળકોને સારા સંસ્કાર આપો તો જુવાનીમાં તે બગડશે નહીં. એ સારા સંસ્કાર એનું રક્ષણ કરશે.
કૃષ્ણને ઉપનંદ વનમાં લઇ જાય છે. જેને જ્ઞાની વયોવૃદ્ધ સંતોનો સંગ હોય તેને પતનનો ભય રહેતો નથી. એકલો
ચાલવા જાય તો પડવાની બીક રહે છે. કોઇનો હાથ પકડીને ચાલો તો, પડવાની બીક
રહેશે નહિ. ઈશ્વરનો હાથ પકડીને ચાલો તો, પડવાની બીક રહેશે નહિ.
વૃંદાવનમાં ( Vrindavan ) એકલા ન જવું. બીજાને પણ સત્કર્મમાં પ્રેરણા આપવી જોઈએ. માટે તો શ્રીકૃષ્ણ ગોપગોપીઓ સાથે વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાનું સાન્નિધ્ય છે તેથી રામકૃષ્ણને ઘણો આનંદ થયો. વૃંદાવનમાં આવ્યા પછી ભગવાન વત્સપાલ થયા છે. બાળમિત્રો સાથે તેઓ વાછરડાઓ ચરાવતા, યમુનાના કિનારે બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે. આ રમતો દિવ્ય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૬
કોઈ કોઈ વેળા ભગવાન બંસી પણ વગાડતા અને જુદા જુદા પ્રકારની રમતોથી ગોપ બાળકોને આનંદ આપતા.
જીવમાત્રને શ્રીકૃષ્ણ બંસીના ધ્વનિથી બોલાવે છે, પણ મોહક વિષયોમાં ફસાયેલા જીવને એ સાદ સંભળાતો નથી.
ભક્તિના કિનારે એટલે ભક્તિમાં બે વિઘ્ન આવે છે.
વત્સાસુર –અજ્ઞાન.
બકાસુર-દંભ
યમુનાજીના કિનારે-ભક્તિના કિનારે.
બગલો એ દંભનું પ્રતીક છે, બગભગત.
ભક્તિના કિનારે જ દંભ આવે છે. ભક્તિમાં કોઈને છેતરશો નહિ. દંભ સમાન કોઈ પાપ નથી. બીજા પાપ માટે
પ્રાયશ્ચિત છે. પણ દંભનું પ્રાયશ્ચિત નથી. જેનો સ્વાંગ ઉપરથી સારો છે પણ જેની કરણી મેલી છે તે બકાસુર.
બગલાની ચાંચ છે લોભ. કીર્તિનો અને ધનનો લોભ હોય ત્યાં દંભ આવે જ છે. યમુના કિનારે-ભક્તિના કિનારે દંભ આવે તો ભક્તિ બગડે.
ઈત્થં સતાં બ્રહ્મસુખાનુભૂત્યા દાસ્યં ગતાંનાં પરદૈવતેન ।
માયાશ્રિતાનાં નરદારકેણ સાકં વિજહ્રુ: કૃતપુણ્યપુગ્જા: