પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ગાયોને ઇચ્છા હતી પરમાત્માને મળવાની. આથી વાછરડાંનું સ્વરૂપ શ્રીકૃષ્ણે ( Shri Krishna ) ધારણ કર્યું છે, ખરા વાછરડાં બ્રહ્મલોકમાં હતાં જે વાછરડાંઓને બ્રહ્માજી લઇ ગયા છે તેમના રૂપમાં આજે ગાયોને શ્રીકૃષ્ણ ધાવવા લાગ્યાં અને ગાયો પણ આ વાછરડાંઓને પ્રેમથી ધવડાવે છે. આ જોઈ બલરામને આશ્ર્ચર્ય થયું. અંતર્મુખ દૃષ્ટિ કરી જોયું તો ત્યાં એકે એક વાછરડાંમાં શ્રીકૃષ્ણ છે.
વૃદ્ધ ગોપીઓ જેને શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા છે તેઓ આજે બાળકોને ઉઠાવી આલિંગન આપે છે, કારણ ગોપબાળકના વેશમાં શ્રીકૃષ્ણ લીલા કરે છે.
યાવદ્ વત્સપવત્સપાલ્પકવપુર્યાવત્ કરાઙ્ધ્યાદિકં યાવદ્ યષ્ટિવિષાણવેણુદલશિગ્ યાવદ્ વિભૂષામ્બરમ્ ।
યાવચ્છીલગુણાભિધાકૃતિવયો યાવદ્ વિહારાદિકં સર્વં વિષ્ણુમયં ગિરોડઙ્ગવદજ: સર્વસ્વરૂપો બભૌ ।।
ગોપીઓ પરકીયા હતી તેમ માન્યું નથી. પરકીયા ભાવ માન્યો છે. શ્રીકૃષ્ણ સર્વના પતિ છે. એટલે ગોપીઓના પણ તે પતિ છે. એટલે રાસમાં કોઈ ગોપી પરકીયા ન હતી.
કોઈ સંતપુરુષે ક્હ્યું છે:-વ્રજમાં, ગોકુલમાં ( Gokul ) કોઇ પરકીયા ગોપી હતી જ નહીં કારણ કે પ્રભુ જયારે આ વત્સલીલા કરતા
હતા, ત્યારે શાંડિલ્યઋષિએ આજ્ઞા કરી કે આ વર્ષે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે ગોપબાળકોના રૂપ ધારણ કરેલાં છે, તે સમય
ઉત્તમ છે માટે દરેક પોતાની કન્યાઓનાં લગ્ન આ જ વર્ષમાં કરી નાખે. દરેકે પોતાની કન્યાઓનાં લગ્ન આ ગોપબાળકો સાથે કરી
નાખ્યાં. એટલે સર્વનાં લગ્ન પરમાત્માની સાથે થયા, એટલે કે પોતાના સ્વરૂપ સાથેની આ લીલા છે. એટલે રાસ લીલામાં ( Ras Leela ) બીજી પરકીયા ગોપીઓ સાથે કયાં રાસ થયો? શ્રીકૃષ્ણ માટે પરદારા હોઈ શકે નહિ. કારણ શ્રીકૃષ્ણ સર્વેશ્ર્વર છે. સર્વેના પતિ છે.
ભગવાન શ્રીકૃષ્ણે વાછરડાં અને બાળકોનાં રૂપ ધર્યા. અને ગાયોને બ્રહ્મસંબંધનો લાભ આપ્યો, અને વૃદ્ધ ગોપીઓને
બ્રહ્મસંબંધ કરાવ્યો. બ્રહ્મસંબંધરૂપી બ્રહ્માનંદ સર્વને કરાવ્યો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૩
આજે તો નરસિંહ મહેતાએ ( Narsinh Mehta ) ગાયું છે તેમ બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે આ પ્રત્યક્ષ થયું.
સર્વં વિષ્ણુમયં ગિરોડઙ્ગવદજ: સર્વસ્વરૂપો બભૌ ।।
એ સમયે આ સંપૂર્ણ જગત વિષ્ણુરૂપી છે એ વૈદવાણી જાણે કે મૂર્તિમંત બનીને પ્રગટ થઇ છે.
નિજ ઈચ્છાનિર્મિત તનુ એ ઈશ્વર અને કર્મનિર્મિત તનુ એ જીવ. એક વર્ષ સુધી ભગવાને એ પ્રમાણે
લીલા કરી.
વ્રજવાસીઓ રાસલીલાના ચાર પ્રકાર બતાવે છે. ભાગવતમાં ચાર રાસલીલાઓ છે;
(૧) વેણુગીતમાં-કુમારિકા ગોપીની સાથે.
(૨) યજ્ઞપત્નીઓના પ્રસંગમાં-વિવાહિતા ગોપીની સાથે.
(3) ગોવર્ધનલીલામાં –વૃદ્ધ ગોપીઓ સાથે.
(૪) રાસલીલામાં-સન્યાસીની (યોગીઓ રૂપ) ગોપીઓ સાથે રાસ રમે છે.
ગોપીઓ સાથે આ પ્રમાણે ચાર પ્રકારના રાસ છે. પરંતુ મુખ્ય રાસલીલાઓ નીચે મુજબ છે: –
(૧) ગોપબાળકો સાથે-ગોવાળ મિત્રો સાથે.
(૨) ગાયો સાથે.
(૩) ગોપ યુવતીઓ-ગોપીઓ સાથે.
ઉપરના ત્રણ પ્રકારના રાસ મુખ્ય છે. પરંતુ રાસ એટલે શું તે જોઈએ.
પરમાત્મા રસ સ્વરૂપ છે. રસૌ વૈ સ: એ રસરૂપ ઈશ્વર સાથે તાદાત્જય એ જ રાસ. જીવનું પરમાત્મા સાથેનું મિલન એ
રાસ છે. રસાત્મક ઈશ્વર સાથે અભિન્ન ભાવ થવો એ જ રાસ.રસસ્વરૂપ ઇશ્વર સાથે સંબંધ થાય એ જ રાસ.
એવો કયો જીવ છે જેને ઈશ્વર સાથે રમવાની ઈચ્છા ન થાય?
આ લીલામાં દરેકને મુગ્ધ કરી, રસની લહાણી કરી છે. સર્વેને આનંદ થાય છે. આનંદનો આવિર્ભાવ થાય છે.
ભાગવતના ( Bhagwad gita ) ટીકાકાર વિશ્વનાથ ચક્રવર્તી અઘ્યાય ૧૩-૧૪ ની લીલામાં તન્મય થયા છે. તેઓ કહે છે, આ સર્વોદય
લીલા છે. આ લીલામાં પ્રભુએ સર્વને એક સરખો આનંદ આપ્યો છે.
શ્રીકૃષ્ણે જયારે ગોપબાળકો અને વાછરડાંના રૂપ ધારણ કર્યાં, ત્યારે ગોપીઓને પોતાના પુત્રો ઉપર પહેલાં કરતાં અધિક
વહાલ થયું. ગાયો પણ પોતાના વાછરડાંઓ ઉપર અધિક વહાલ વરસાવે છે. ગાય વાછરડાંઓને ધવરાવે છે, ચાટે છે, પણ તૃપ્તિ
થતી જ નથી. બ્રહ્માનંદમાં તૃપ્તિ થાય જ શી રીતે?