પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: બ્રહ્માજી ( Brahmaji ) વૃન્દાવનમાં ફરીથી જોવા આવ્યા કે વાછરડાં અને ગોપબાળકો વિના ત્યાં શું પરિસ્થિતિ છે? બ્રહ્મા એ બધું પૂર્વવત્ ચાલતું જોયું. એ જ ગોપબાળકો અને એ જ વાછરડાંઓ. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) બધા વાછરડાં અને બાળકો સાથે રમતા હતા, તે જોઇ બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે આ ખરાં કે તે ખરા?
એટલે કે હું જે બ્રહ્મલોકમાં મૂકી આવ્યો છું, તે સાચાં કે આ મને દેખાય છે તે સાચાં? એક ઓછું નથી. કે એકેયના
સ્વરૂપમાં ફેર નથી. બ્રહ્મા વિચારવા લાગ્યા આમાં સાચાં કયા અને ખોટાં કયાં?
જ્ઞાની પુરુષો પોતાના આત્મસ્વરૂપમાં જ રમે છે. જે બીજા સાથે રમે છે, તે દુ:ખી થાય છે ભગવાન પોતે જ પોતાના
સ્વરૂપ સાથે રમે છે. શ્રીકૃષ્ણ પોતે પોતાની સાથે રમે છે. શ્રીકૃષ્ણ યોગેશ્વર છે.
શ્રીકૃષ્ણને લીલા કરવાની ઇચ્છા થઇ. બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી,બ્રહ્મલોકમાં બ્રહ્મા થઇ બેઠા છે. સેવકોને કહ્યું કે
હમણા એક નકલી બ્રહ્મા બધે ફરે છે. તે અહીં આવે તો તેને મારજો.
આપનું સ્વરૂપ વર્ષાકાલીન મેઘ સમાન શ્યામ છે. તેના પર પીતાંબર વીજળીની જેમ ચળકતું શોભી રહ્યું છે. કાનમાં
ચણોઠીનાં કુંડળ છે અને માથા પર મોરપીંછનો મુગટ છે. આથી આપના મુખની અનોખી છટા બની છે. વક્ષ:સ્થલ ઉપર વનમાળા
લટકી રહી છે અને હાથમાં દહીંભાતનો કોળિયો, બગલમાં છડી અને સીંગ તથા કમર ઉપર બાંધેલી ભેટમાં વાંસળી શોભી રહી છે.
આપના કમળથી પણ કોમળ ચરણો અને આ ગોપબાળકનો મધુર વેશ. એવા આપ પરમાત્માને હું વંદન કરું છું.
મેઘ જેવા શ્રીકૃષ્ણ શ્યામ છે. મેઘનો અને શ્રીકૃષ્ણનો રંગ એક છે. પરમાત્માએ મેઘ જેવો વર્ણ ધારણ કર્યો છે, કારણ કે
મેઘ એ સંત છે. મેઘ ખારું પાણી પી જાય છે અને લોકોને મધુર પાણી આપે છે. ખારું પાણી એ દુ:ખનું સ્વરૂપ છે. મધુર પાણી એ
સુખનું સ્વરૂપ છે. અતિશય સહન કરી, બીજાને સુખ આપે એ સંત. જાતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન કહેવાય, પણ
સંત નહિ. સંત તો જાતે દુ:ખ ભોગવીને પણ બીજાને સુખ આપે છે.
તેઓના ગળામાં ગુંજા માળા છે. યશોદા ( Yashoda ) મા મોતીની કંઠી પહેરાવે તે કનૈયો બીજા બાળકોને આપી દે. ગુંજાની માળા
ગળામાં ધારણ કરી ઘરે આવે, માને કહે મા, આ કંઠી હું લાવ્યો છું. યશોદા મા પૂછે છે, પણ મોતીની કંઠી કયાં ગઈ? કનૈયો જવાબ
આપે છે, મોતીની કંઠી આપી દીધી. લાલાને ગુંજામાળા અતિશય પ્રિય છે. એટલે તો શ્રૃંગારની સમાપ્તિ ગુંજા માળામાં થાય છે.
થોડું આપો છતાં ઘણું માને એનું નામ ઇશ્વર. ઘણું આપો તેમ છતાં ઓછું માને એ જીવ. થોડું પણ પ્રભુને પ્રેમથી અર્પણ
કરો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૪
લૌકિક કામસુખનો ત્યાગ કરશો તો ભગવાન મસ્તક ઉપર તમને પધરાવશે. મોર શારીરિક સંબંધથી પ્રજોત્પત્તિ કરતા નથી. તેથી
ભગવાન શ્રીકૃષ્ણ મોરના પીંછાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે.
नौमीडय तेऽभ्रवपुषे तडिदम्बराय गुज्जावतंसपरिपिच्छलसन्मुखाय।
वन्यस्त्रजे कवलवेत्रविषाणवेणुलक्ष्मश्रिये मृदुपदे पशुपाङ्गजाय।।
બ્રહ્માજી પરમાત્માની સ્તુતિ કરે છે. આ જે તમારું સ્વરૂપ છે, તે ઇચ્છાથી થયેલ છે. તે પંચમહાભૂતોથી ( Panchamahabhuta ) બનેલું નથી. પરમાત્માનું સ્વરૂપ અપ્રાકૃત અલૌકિક છે. જીવને જે શરીર મળે છે તે તેના પૂર્વજન્મના પારબ્ધ કર્મ પ્રમાણે મળે છે. મનુષ્યને શરીર
મળે છે તે તેના કર્મથી તેને મળે છે. પરમાત્મા કર્મથી નહિ પણ સ્વેચ્છાથી શરીર ધારણ કરે છે. પરમાત્મા સ્વેચ્છાથી કે ભક્તોની
ઇચ્છાથી પ્રગટ થાય છે. જે નિરાકાર આનંદ હતો તે જ સાકાર સ્વરૂપે પ્રગટ થયો છે. આનંદ જ શ્રીકૃષ્ણરૂપે પ્રગટ થયો છે. તેથી
શ્રીકૃષ્ણ આનંદરૂપ છે. આખું સ્વરૂપ આનંદરૂપ છે. પરમાત્માનું મુખ, ચરણ, હાથ આનંદરૂપ છે. એટલે પરમાત્માનું સ્વરૂપ
અલૌકિક, અપ્રાકૃત છે.
ભગવાન કૃષ્ણની બ્રહ્માજીએ જે પરીક્ષા કરી તે બદલ તેઓ પરમાત્માની માફી માગે છે.
પોતાના ગર્ભમાંનો બાળક પેટમાં લાત મારે, તો શું માતા પોતાના બાળક પર ગુસ્સે થશે? ગુસ્સે થવાને બદલે માતા
તેનાથી આનંદ પામે છે. તે ન્યાયે મારો કંઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો, એમ બ્રહ્માજી પ્રાર્થના કરે છે.