પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ગાયોમાં સર્વ દેવોનો નિવાસ છે. ગાયની સેવા કરવાથી અપમૃત્યુ ટળે છે. ગાયોની પૂજા એટલે ગાયને ખૂબ ખવડાવો.
કંકુનો ચાંલ્લો કરવાથી કાંઇ ગાયનું પેટ ભરાય? ગાય ( Cows ) એ વ્રજભક્ત છે. એકનાથી ભાગવતમાં ( Bhagwad Gita ) એકનાથ મહારાજે વિનોદ કર્યો છે. રામજીએ શું નથી કર્યું? રાક્ષસો માર્યાં, અનેક યજ્ઞો કર્યાં, પ્રજાને સુખી કરી. રામાવતારમાં રામે બધુ કર્યું, પરંતુ રામજી ( Ram ) રાજાધિરાજ હતા એટલે ગાયોની પૂજા, ગાયોની સેવા તેમને કોઇ કરવા દે નહીં, રામજીને ગાયોની પૂજા, ગાયોની સેવા કોઈએ કરવા દીધી નહીં. એટલે ગાયોની સેવા કરવાની વાસના રહીં ગઈ. એટલે રામજી, શ્રીકૃષ્ણરૂપે ગાયોની સેવા કરવા આવ્યા.
રામકૃષ્ણ એક જ છે.
પ્રાતઃકાળમાં બ્રાહ્મણો ( Brahmins ) આવ્યા. ગણપતિનું પૂજન કર્યું, કૃષ્ણ કહે છે કે હું પૂર્ણ પુરુષોત્તમ છું. પણ ધર્મની એકએક
મર્યાદા પાળું છું. ગાયોનું પૂજન થયું. ગાયોની પ્રદક્ષિણા કરે છે. હવે શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પૌગંડ અવસ્થામાં આવ્યા છે. સાત વર્ષના થયા છે. શાંડિલ્યઋષિએ કહ્યું, એટલે માને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. યશોદાની ( Yashoda ) આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યાં. કનૈયો પૂછે છે. મા! તું કેમ રડે છે? યશોદા કહે છે:-બેટા! તું સવારે ગાયો ચરાવવા જઈશ અને સાંજે ઘરે આવીશ. એટલો સમય તારાં મનોહર મુખડાનાં
દર્શન નહીં થાય. તને જોયા વગર એક ક્ષણ પણ ચેન પડતું નથી.
જીવની એવી દશા થાય કે એક ક્ષણ પણ ઈશ્વર વિના ચેન ન પડે, ત્યારે ઈશ્વર ગોદમાં આવે છે.
યશોદામા લાલા માટે પગરખા લાવ્યાં. પણ શ્રીકૃષ્ણ પગરખાં પહેરવા ના પાડે છે. માને કહે છે. મા! હું ગોપાળ છું.
ગોપાળ એટલે ગાયોનો સેવક. મારી ગાયો પગમાં જોડા ન પહેરે, તો આ તેનો સેવક પગમાં જોડાં કેવી રીતે પહેરી શકે?
યશોદામાં બોલ્યાં બેટા! ગાયો તો પશુ છે. કનૈયો તરત બોલ્યો, મા! આવું બોલીશ નહિ, મા! ગાયો પશુ નથી. ગાય
સર્વની મા છે. ગાયોમાં સર્વ દેવોનો વાસ છે, મા! હું ગાયોનો સેવક છું.
ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે ચાર પ્રતિજ્ઞાઓ પાળી હતી.
(૧) સીવેલાં કપડાં પહેરવાં નહીં, ગોપબાળકો ગરીબ હતા. મારા મિત્રોને સારા કપડાં પહેરાવીશ અને પછી હું સીવેલા
કપડાં પહેરીશ.
(૨) ગોકુળમાં બિરાજ્યા હતા, ત્યાં સુધી હાથમાં અસ્ત્રશસ્ત્ર લીધાં નહીં, એક હાથમાં માખણ મિસરી અને બીજા હાથમાં
વાંસળી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૬
(૩) માથાના વાળ ઉતાર્યા નહીં ગોકુળનો કનૈયો અનેરો છે, પ્રેમની મૂર્તિ છે.
(૪) ગોકુળમાં પગરખાં પહેર્યા ન હતાં.
હું ગાયોનો સેવક છું. શ્રીકૃષ્ણ જેવી ગાયોની સેવા કરે છે, તેવી કોઈએ કરી નથી અને કરશે નહિ. ગાયોને ખવડાવ્યા વગર કનૈયાએ ખાધું નથી. ગાયોને પાણી પીવડાવ્યા વગર પાણી પીધું નથી.
છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો, છોટો સો, મેરો મદન ગોપાલ.
આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ, બીચ મેં મેરો મદન ગોપાલ……. છોટી છોટી ગૈયા,
કાલી કાલી ગૈયા, ગોરે ગોરે ગ્વાલ, શ્યામ વરન મેરો મદન ગોપાલ….. છોટી છોટી ગૈયા,
ઘાસ ખાવે ગૈયા, દૂધ પીવે ગ્વાલ, માખન ખાવે મેરો મદન ગોપાલ…… છોટી છોટી ગૈયા,
કનૈયો પોતાના પીતામ્બરથી ગાયોને સાફ કરે છે. મા બરફી ખાવા આપે તે ગંગી ગાયને ખવડાવી દે. મા પૂછે તો માને કહે
મા! ગાયો મને ખૂબ વહાલી લાગે છે. તે ખાય એટલે મને આનંદ મળે છે.એટલે આ ગાયો, શ્રીકૃષ્ણ મથુરા જાય ત્યારે રડે તેમાં શું
આશ્ર્ચર્ય? આ ગાયો પશુ હોવા છતાં શ્રીકૃષ્ણને મળવા આતુર છે.
ત્યારબાદ શ્રીકૃષ્ણ વૃંદાવનમાં બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે. એક દિવસ સુદામા અને બીજા
ગોવાળિયાઓએ ફરિયાદ કરી કે તાલવનમાં પુષ્કળ ફળો છે પણ ધેનુકાસુર રાક્ષસ તે કોઈને લેવા દેતો નથી.
તાલવનમાં ધેનુકાસુર રહેતો હતો. આ રાક્ષસ ગધેડારૂપે રહેતો હતો.
પ્રહલાદને વચન આપેલું કે તારા વંશમાંના કોઈને હું નહિ મારું. તેથી શ્રીકૃષ્ણ તેને મારતા નથી. બળભદ્ર ધેનુકાસુરને
મારે છે.
વનમાં ફળો સડી જાય પણ કોઈને આપે નહિ તે ધેનુકાસુર. પોતાની પાસે ઘણું હોય પણ બીજાને આપે નહિ તે
ધેનુકાસુર, તે ગધેડો. અતિસંગ્રહ કરે તે ધેનુકાસુર. દેહને સર્વસ્વ માને એ ધેનુકાસુર