પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
એકનાથ મહારાજ ( Eknath Maharaj ) આખો દિવસ પ્રભુ સેવા, પ્રભુ ભજન કરતા. સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા. તેમની આવી ઉદાત્ત ભક્તિ જોઈ ઈશ્વરને પણ તેમના ઉપર દયા આવી. મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે? બિચારો થાકી જાય છે.
ચાલ હું જઈ તેમને તેમના કાર્યમાં મદદ કરું. તેનો શ્રમ ઓછો કરું. ભગવાન બ્રાહ્મણનું ( Lord Brahman ) રૂપ ધરીને એકનાથને ત્યાં આવ્યા, આવીને કહે, ભાઇ, મને તમારે ત્યાં નોકર રાખશો? એકનાથ કહે છે. મારે ક્યાં નોકરની જરૂર છે? હું તો આખો દિવસ પ્રભુનું
સેવાસ્મરણ કરું છું. ભગવાન કહે છે:-હું તમને ઠાકોરજીની ( Thakorji ) સેવા પૂજામાં મદદ કરીશ. એકનાથ કહે છે તારી ઈચ્છા હોય તો ભલે મારે ત્યાં રહેજે. એકનાથ પૂછે છે:- ભાઈ, તારું નામ?
ભગવાન કહે:-મારું નામ શિખંડયો. ભગવાન એકનાથને ત્યાં બાર વર્ષ આ પ્રમાણે નોકર થઈને રહ્યા છે.
જેમને ચંદન લગાડવાનું છે એ જ પોતે આજ ચંદન ઘસે છે. ‘તુલસીદાસ ચંદન ઘિસે તિલક લેત રધુવીર’ ને બદલે આજે
રઘુવીર ચંદન ઘસે, તિલક લેત એકનાથ. આવો છે ભક્તિનો મહિમા.
રુક્મિણીજીએ ( Rukmini ) સેવાથી ઇશ્વરને એવા વશ કરેલા, પ્રસન્ન કરેલા કે તેણે એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોળાઈ
ગયા.
શ્રી શ્રીધરસ્વામીએ ( Sri Sridharaswamy ) હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે.
સત્યભામાને એક દિવસ અભિમાન થયું. ભગવાનની સૌથી માનીતી તો હું જ. એક દિવસ નારદજી ત્યાં આવી ચડયા.
સત્યભામાએ નારદને કહ્યું:-મને આવા પતિ, આવતા જન્મે અને જન્મોજન્મ મળે તેવો ઉપાય બતાવો.
નારદજીએ( Narad ) કહ્યું:-જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો, તે વસ્તુ તમને આવતા જન્મમાં મળે. તમારે શ્રીકૃષ્ણ આવતા
જન્મમાં પણ પતિ તરીકે જોઈતા હોય તો તમે શ્રીકૃષ્ણ નું દાન કરી દો.
સત્યભામા શ્રીકૃષ્ણનું દાન કરવા તૈયાર થયાં પણ આવું દાન લે કોણ?
કોઈ દાન લેવા તૈયાર ન થયું.
નારદને દાન લેવા સમજાવ્યા. અંતે નારદજી દાન લેવા તૈયાર થયા.
સંકલ્પ કરી સત્યભામાએ શ્રીકૃષ્ણનું દાન નારદજીને કર્યું.
શ્રીકૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી તો તેમને લઇને ચાલવા માંડયા.
સત્યભામાએ નારદજીને કહ્યું:-મારા પતિને તમે કયાં લઇ જાવ છો?
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૫
નારદજીએ કહ્યું:-તમે જ હમણાં સંકલ્પ કરી તમારા પતિનું દાન મને કર્યું છે ને? એટલે તે મારા થયા. દાનમાં આપેલી
વસ્તુઓ જેને આપો તેની થાય. શ્રીકૃષ્ણ ઉપર મારો હક્ક છે. સત્યભામાને ભૂલ સમજાઈ. નારદજી પાસેથી, શ્રીકૃષ્ણને
પાછા માંગ્યા. નારદ કૃષ્ણને પાછા આપવાની ના પાડે છે.
આ વાતની જાણ બીજી રાણીઓને થઇ. તેઓ બધી દોડતી આવી. એક રૂક્મિણી ન આવેલાં. બધી મહારાણીઓ
નારદજીને વીનવે છે. અમારા શ્રીકૃષ્ણ અમને આપો. રાણીઓ શ્રીકૃષ્ણને પાછા આપવા કહે છે.
નારદજી તેઓને કહે છે, શ્રીકૃષ્ણને તો સત્યભામાએ મને દાનમાં આપ્યા છે, એટલે તે મારા થયા, છતાં પણ જો તમે
શ્રીકૃષ્ણના ( Sri Krishna ) ભારોભાર સોનું આપો, તો તેમને પાછા આપવા હું તૈયાર છું.
સત્યભામા ખુશ થઈ ગયાં. મારી પાસે તો સ્યમંતકમણિ અને દાગીનાઓ પુષ્કળ છે. ભગવાનનું વજન થઈ થઈને કેટલું
થવાનું હતું? સત્યભામા પોતાનાં સઘળાં દાગીનાઓ લઇ આવ્યાં.
છાબડીના એક પલ્લામાં શ્રીકૃષ્ણને બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સત્યભામા પોતાના દાગીના મૂકવા લાગ્યાં.
પણ આ શું? સત્યભામાએ પોતાના સઘળાં દાગીનાં પલ્લામાં મૂકી દીધાં. સ્યમંતકમણિ, હીરા ઝવેરાત, સોનાના સર્વ
દાગીનાઓથી વજન કરવા લાગ્યાં. પણ શ્રીકૃષ્ણ બેઠેલા તે છાબડું ઉંચકાતું જ નથી.
બધી રાણીઓ ગભરાઈ, તેઓ દોડતી ગઈ અને પોતપોતાના સુવર્ણના દાગીનાઓ લઈ આવી સર્વે
રાણીઓના દાગીનાઓ છાબડાના પલ્લામાં મૂક્યા પણ શ્રીકૃષ્ણ તોળાતા નથી.
જીવને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય? શ્રીકૃષ્ણની કિમત શું? જર ઝવેરાત કે સુવર્ણના દાગીનાઓથી
થાય?
રાણીઓ શ્રીકૃષ્ણની કિંમત દાગીનાઓથી કરવા લાગી, એટલે હજારો મણ દાગીનાઓથી પણ ભગવાન તોળાયા નહીં.
સર્વ રાણીઓ વિચારમાં પડી ગઈ, હવે શું કરવું? સત્યભામાએ દાન કરીને મોટી ભૂલ કરી છે.
સત્યભામા રૂક્મિણીને શરણે ગઇ. રૂક્મિણી ત્યાં આવ્યાં.
ભગવાન કેમ તોળાતા નથી તેનો ભેદ રક્મિણીજી જાણી ગયાં.
બીજી રાણીઓને કહેવા લાગ્યાં, ભગવાનને કાંઈ દાગીનાથી તોળાતા હશે? રૂક્મિણીએ તુલસીનું એક પાન છાબડામાં
મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા. તુલસીનું પાન રૂક્મિણીએ ભાવથી-પ્રેમથી અર્પણ કર્યું, તેથી ભગવાન તોળાઇ ગયા. તુલસીને
પાંદડે તોળાયો મારો વાલમો.
આ પ્રમાણે બોડાણા માટે ભગવાન સવાવાલના થયા હતા.
ધન્ય ધન્ય બોડાણાની નારી સવાવાલ થયા વનમાળી.