પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: પરમાત્માએ વિચાર કરીને સંસારને સુંદર બનાવ્યો છે. મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને
મનુષ્યો ભોગ ભોગવે અને દુઃખી થાય તો તેમાં ઈશ્વરનો વાંક નથી.
જીવ મર્યાદા છોડીને વિષયો ભોગવે અને દુ:ખ ભોગવે તેમાં ઈશ્વરનો વાંક?
નૃસિંહ ( Nrisimha ) ભગવાન પ્રહલાદને ( Prahlad ) સમજાવે છે:~જીવોને સુખી કરવા પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને તે આ પદાર્થો ભોગવે અને દુ:ખી થાય, તો તેમાં મારો શો દોષ? મનુષ્ય મર્યાદામાં રહીને આ પદાર્થો, આ વિષયો ભોગવે તો
તે સુખી થાય છે.
વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનાર હું છું, તે મનુષ્ય ન ભૂલે. સંસારને છોડી કયાં જશો? હું રહેવાનો અને આ
સંસાર પણ રહેવાનો. સંસારને ભોગદ્દષ્ટિથી નહિ, પણ ભગવદ્ ( Bhagwad gita ) દ્દષ્ટિથી મનુષ્ય જુએ, તો તે સુખી થાય છે. તું તારી જાતને સુધાર. જગતને સુધારવા તું કયાં જઇશ? એક વખત શાહજાદીના પગમાં કાંટો વાગ્યો. અકબરને આ વાતની ખબર પડી. અકબરે ( Akbar ) બિરબલને ( Birbal ) બોલાવ્યો અને હુકમ કર્યો, મારા રાજ્યની તમામ જમીન ચામડાથી મઢાવી દો. એટલે મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે. બિરબલ માથું ખંજવાળવા લાગ્યો. આખી પૃથ્વીને ચામડેથી મઢવા કેટલું ચામડું જોઈએ? તે લાવવું કયાંથી? આ રાજાઓને ઘણેભાગે અક્કલ ઓછી હોય છે.
બિરબલે વિચાર્યું, આખા રાજ્યની જમીન ઉપર ચામડું પાથરીએ, તેના કરતાં શાહજાદીના પગ નીચે ચામડુ રાખીએ. તેને જોડા
પહેરાવીએ, તો કાંટા વાગે જ નહિ. જગતમાં કાંટા તો રહેવાના છે. જેના પગમાં જોડા છે, તેને કાંટા વાગતા નથી. વિવેકમાં રહી,
મર્યાદામાં રહી, મનુષ્ય સુખ ભોગવે તે સુખી થાય, પણ સુખ ભોગવવામાં સંયમ રહેતો નથી એટલે દુ:ખી થાય છે.
સંસાર સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે. પરંતુ મનુષ્ય વિવેકપૂર્વક તેનો લાભ લેતો નથી એટલે તે દુઃખી થાય છે.
દ્દષ્ટાંતથી આ હકીકત સ્પષ્ટ થશે.
એક ગામ હતું, ગામમાં પાણી માટે તકલીફ હતી. અન્નદાન ( food donation ) કરતાં, જળદાન ( water donation ) શ્રેષ્ઠ છે. એક શેઠે, લોકોના ભલા માટે દશ-વીશ હજાર રૂપિયા ખર્ચ કરી મોટો કૂવો બંધાવ્યો. લોકો જળપાન કરી આશીર્વાદ આપે છે. એક દિવસ એવું બન્યુ કે રમતાં રમતાં કોઈનો છોકરો તે કૂવામાં પડી ગયો. છોકરો ડુબીને મરી ગયો. અતિ દુઃખમાં વિવેક રહેતો નથી. છોકરાનો પિતા તે શેઠની પાસે ફરિયાદ કરવા આવ્યો. દુઃખમાં શેઠને ગાળો આપવા લાગ્યો. તમે કૂવો બંધાવ્યો તેથી જ મારો છોકરો મરણ પામ્યો. વિચારો, શું શેઠે આ ભાઈનો છોકરો મરણ પામે એટલા માટે કૂવો બંધાવેલો? નહિ જ. સર્વના લાભાર્થે બંધાવેલો. બીજા સર્વ આશીર્વાદ
આપતા હતા કે, શેઠે પરોપકારનું કામ કર્યું છે. છોકરો મરી ગયો એ ખોટું થયું પણ તેમાં શેઠનો શું વાંક? શેઠની ઈચ્છા ન હતી કે
કોઈ દુઃખી થાય.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૧
સંસાર એ પણ કૂવો છે, તે ડૂબી મરવા માટે ભગવાને બનાવ્યો નથી.
પ્રહલાદજી બોલ્યા:-મહારાજ! આપને અપરાધી કોણ કહી શકે? પણ આ સંસારના વિષયો સુંદર બનાવ્યા, હવે તો
આટલું જ કહો કે, સંસારના વિષયોમાં મન ફસાય નહીં, તે માટે તમે કાંઈ કર્યું છે? તેનો કોઈ ઉપાય બતાવો.
નૃસિંહ ભગવાન કહે છે:-તેના માટે મેં બે અમૃત બનાવ્યા છે. તેનું પાન કરશો તો વિષયોમાં તમારું મન નહીં ખેંચાય, બે
પ્રકારના અમૃતનું જે પાન કરે, તેને ઈન્દ્રિયો પજવી શકશે નહિ. અમૃતનાં નામો છે:-(૧) નામામૃત અને (૨) કથામૃત.
જ્યારે મનમાં વિષયો પ્રવેશે-પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથામૃત અને નામામૃતનો આશરો લેવો. ઈન્દ્રિયો જીવને-
મનુષ્યને ત્રાસ ન આપે, તેટલા માટે જ મેં આ બે અમૃત બનાવ્યાં છે. તેમનું નિત્ય સેવન કરો. સ્વર્ગમાં અમૃત છે, સ્વર્ગનું અમૃત
પીવાથી સુખ મળે છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે. પણ આ કથામૃત એવું છે કે એ અમૃત પીવાથી પાપનો ક્ષય
થાય છે. તેથી કથામૃત સ્વર્ગના અમૃતથી શ્રેષ્ઠ છે. લીલાકથા એ અમૃત છે. નામ એ અમૃત છે. કથામૃત પાપને બાળે છે. જીવન
સુધારે છે. સર્વનું ભક્ષણ કરનાર મૃત્યુ. મૃત્યુનું ભક્ષણ કરનારના કાળ રામચંદ્રજી છે. રામજીએ રાવણને મારવા આટલી ખટપટ
કરવાની શી જરૂર હતી? રાવણને મારવા, રામને આ લીલા કરવાની શી જરૂર હતી? રામ તો કાળના પણ કાળ છે. ઇશ્વર અનંત
શક્તિશાળી છે. સંકલ્પ માત્રથી તેઓ રાવણને મારી શકયા હોત. પરંતુ રામજીએ સર્વ લીલા એટલા માટે કરી, કે લોકો રામાયણનો
પાઠ કરે, સાંભળે તેટલો વખત તે જગતને ભૂલી જશે. તેમણે રાવણને મારવા જન્મ લીધો નથી. પણ કળીયુગના લોકો આ લીલા
સાંભળી તેમાં તન્મય થાય, એ આશયથી આ લીલા કરી છે. ભગવાનની લીલાકથા મોક્ષ આપનારી છે.